Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બાળકો આઘાતમાં છે, માફ કરી દો':બાળકોના અશ્લીલ ઈશારા પર સંજય ગુપ્તાના પત્ની બચાવમાં ઉતર્યાં; ડિરેક્ટરની અંતિમ વિધિ બાદ મિડલ ફિંગર દેખાડી હતી

    7 hours ago

    'કાબિલ', 'કાંટે' અને 'શૂટઆઉટ એટ વડાલા' જેવી ફિલ્મોના ડિરેક્ટર સંજય ગુપ્તાનું 30 ઑક્ટોબરે રસોડામાં પડી જવાથી નિધન થયું હતું. 31 ઑક્ટોબરે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, તે સમયે તેમના બાળકોએ પાપારાઝીને મિડલ ફિંગર બતાવી અશ્લીલ હરકત કરી અને હસતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ અને ટીકા થયા પછી હવે દિવંગત ડિરેક્ટરની પત્ની અનુરાધા લેખી અને નજીકના મિત્ર તથા ડિરેક્ટર મિલાપ ઝવેરીએ સ્પષ્ટતા કરી છે. 'જીવનનો એક ભાગ હંમેશા માટે છીનવાઈ ગયો' 'મરજાવાં'ના ડિરેક્ટર મિલાપ ઝવેરીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સંજય ગુપ્તાની પત્ની તરફથી પોસ્ટ લખી, 'અમારી જિંદગીનો એક હિસ્સો હંમેશા માટે અમારાથી છીનવાઈ ગયો છે. આ નુકસાનની ભરપાઈ કોઈ કરી શકતું નથી અને ન તો કોઈ આ ખાલીપો ભરી શકે છે. અમારા સમગ્ર પરિવાર તરફથી હું પરિવારના તમામ સભ્યો, મિત્રો, સંજયના પ્રશંસકો અને મીડિયા સાથે જોડાયેલા લોકોનો દિલથી આભાર માનવા માગું છું. એક અકસ્માતમાં પડી જવાથી સંજયના માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમનું અકાળે નિધન થયું.' 'મીડિયાની દખલગીરીથી પરિવારને ઘણું દુઃખ થયું' બાળકોના વલણ અંગે સ્પષ્ટતા કરતાં આગળ લખવામાં આવ્યું છે, 'સંજય પોતાના પરિવાર અને બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. બાળકો હજુ કિશોરાવસ્થામાં છે અને તેમણે અચાનક પોતાના પ્રિય પિતાને ગુમાવી દીધા છે. સંજયનો પરિવાર હંમેશાં મીડિયાની ચમકદમક અને પાપારાઝી (ફોટોગ્રાફરો)ની દખલગીરીથી દૂર રહ્યો છે. આવા મુશ્કેલ સમયમાં તેમના અંગત જીવનમાં અચાનક મીડિયાની દખલગીરીથી પરિવારને ઘણું દુઃખ થયું. આ દુઃખ અને આઘાતમાં પરિવારના કેટલાક સભ્યોએ મીડિયાના કેટલાક લોકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હશે. જો તેમની કોઈ વાતથી કોઈને ઠેસ પહોંચી હોય, તો મને તેનું દુઃખ છે.' અશ્લીલ હરકતના વીડિયો ડિલીટ કરવા વિનંતી કરી આગળ લખ્યું છે, ‘હું સૌને અપીલ કરું છું કે પરિવારના સભ્યોની આ પ્રતિક્રિયાઓને સમજો. આ એ પીડાની અભિવ્યક્તિ છે, જેમાંથી પસાર થઈને બાળકો પોતાના પિતાને ગુમાવવાના દુઃખને સમજવાનો અને સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે બાળકોને માફ કરો અને એવી તસવીરો, વીડિયો અથવા કન્ટેન્ટ ડિલીટ કરી દો, જે તેમના મન પર લાંબા સમય સુધી ખરાબ અસર પાડી શકે છે. કૃપા કરીને તેમને પોતાના પિતાના નિધનના દુઃખમાંથી બહાર આવવા માટે જરૂરી સમય, સહાનુભૂતિ અને ગોપનીયતા આપો.’ શું હતો આખો મામલો? 31 ઑક્ટોબરની રાત્રે મુંબઈના પવન હંસ સ્મશાનઘાટમાં ડિરેક્ટર સંજય ગુપ્તાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ડિરેક્ટરના બાળકો કારમાં સ્મશાનઘાટ પહોંચ્યાં હતાં. આ દરમિયાન આગળની સીટ પર બેઠેલી ડિરેક્ટરની દીકરીએ પાપારાઝીઓને જોતાં જ મિડલ ફિંગર બતાવવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ પાછળની સીટ પર બેઠેલા દીકરાએ પણ પાપારાઝીઓ તરફ અશ્લીલ ઈશારા કર્યા. આ દરમિયાન ડિરેક્ટરની દીકરી હસતી પણ જોવા મળી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેના બાદ બાળકોની ભારે ટીકા કરવામાં આવી રહી છે. 3 નવેમ્બરે રાખવામાં આવી સંજય ગુપ્તાની પ્રેયર મીટ સંજય ગુપ્તાના મિત્ર મિલાપ ઝવેરીએ એક પોસ્ટ જાહેર કરીને જણાવ્યું છે કે, તેમની પ્રેયર મીટનું આયોજન 3 નવેમ્બરે મુંબઈમાં ઇસ્કોન જુહુ નજીક આવેલા મંડપમ હોલમાં કરવામાં આવ્યું છે. રસોડામાં પડી જવાથી થયું નિધન 57 વર્ષીય ડિરેક્ટર સંજય ગુપ્તાનું નિધન 30-31 ઑક્ટોબરની મધરાતે મુંબઈના રામનગર સ્થિત તેમના ઘરે થયું. પોલીસના જણાવ્યા અનુસાર, ડિરેક્ટરનો મૃતદેહ સવારે તેમના રસોડામાંથી મળી આવ્યો હતો. તેઓ થોડા કલાકો પહેલાં રસોડામાં પડી ગયા હતા, જેના કારણે ઈજા થતાં તેમનું નિધન થયું. પોલીસ તપાસમાં આને અકસ્માતજન્ય મૃત્યુ માનવામાં આવ્યું છે. તેમના પરિવારે કોઈપણ પ્રકારની શંકા વ્યક્ત કરી નથી. ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો, ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. નિધનના સમાચાર મળ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટીઓ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા. તેમાં ફરદીન ખાન, અભિષેક બચ્ચન, રાજપાલ યાદવ અને રાકેશ રોશન સામેલ છે. સંજય ગુપ્તાનું સપનું પૂરું કરવા માટે મિત્ર સંજય દત્ત બનાવશે 'કાંટે 2' સંજય ગુપ્તાએ અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને સુનીલ શેટ્ટી સ્ટારર ફિલ્મ 'કાંટે'નું ડિરેક્શન કર્યું હતું. ડિરેક્ટરના નિધન બાદ તેમની સાથે 9 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સંજય દત્તે ભાવુક પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ આપી અને જણાવ્યું કે, સંજય ગુપ્તા 'કાંટે 2' બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. તેમણે સંજય દત્ત સાથે ફિલ્મ અંગે ચર્ચા પણ કરી હતી. હવે તેમના નિધન બાદ સંજય દત્ત તેમનું અધૂરું સપનું પૂરું કરશે અને 'કાંટે 2' બનાવશે. સંજય ગુપ્તાએ બોલિવૂડમાં ક્રાઇમ, ગેંગસ્ટર ડ્રામા, એક્શન અને અંડરવર્લ્ડ પર આધારિત ફિલ્મો દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમની સૌથી ચર્ચિત ફિલ્મોમાં અમિતાભ બચ્ચન અને સંજય દત્ત સ્ટારર ‘કાંટે’, રિતિક રોશનની ‘કાબિલ’, સંજય દત્તની ‘ઝિંદા’ અને જ્હોન અબ્રાહમની ‘શૂટઆઉટ એટ વડાલા’નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    Buddhism, Brahminical patriarchy and the struggle for equality | Uma Chakravarti on Seeking Sangha #2
    Next Article
    10 લાખના દારૂ સાથે રાજસ્થાનનો બુટલેગર ઝડપાયો:દહેગામ નજીક મેશ્વો નદીના બ્રિજ પાસેથી SMCએ ક્રેટા કારને ઝડપી, નંબર પ્લેટ પણ ફેક નીકળી, એક ફરાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment