Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણામાં 4,047 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત:સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવેલી જમીન પર મકાન અને વાડો બનાવ્યાં હતાં; કિંમત રૂ. 60.75 લાખ

    8 hours ago

    કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીના ભાગરૂપે નખત્રાણા તાલુકાના નખત્રાણા મોટા ગામે નગરપાલિકા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના હેતુ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ દૂર કરી નગરપાલિકાએ જમીનનો કબજો પોતાના હસ્તક લીધો હતો. આ જમીનની અંદાજિત જંત્રી તથા બજાર કિંમત રૂ.60.75 લાખથી વધુ થતી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ, નખત્રાણા મોટા ગામની સીમમાં આવેલી સરકારી જમીન સર્વે નંબર 450 પૈકી 143માં કુલ 4,047 ચોરસ મીટર જેટલી જમીન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઉપયોગ માટે ફાળવવામાં આવી હતી. જોકે, આ જમીન પર રહેણાક હેતુથી મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું તેમજ આસપાસ વાડો બનાવી જમીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. સરકારી હેતુ માટે ફાળવવામાં આવેલી આ જમીન પર થયેલા દબાણને પગલે વહીવટી તંત્ર દ્વારા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર, કચ્છ-ભુજ તથા નખત્રાણાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ નખત્રાણા નગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન દબાણ હેઠળની સમગ્ર 4,047 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી નગરપાલિકા તંત્ર દ્વારા તેનો કાયદેસર કબજો લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકારી રેકોર્ડ મુજબ આ જમીનની જંત્રી તથા બજાર કિંમતના આધારે અંદાજિત કિંમત રૂ.60,75,500 થાય છે. એટલે કે, નખત્રાણા નગરપાલિકા દ્વારા આશરે 60.75 લાખ રૂપિયાની કિંમત ધરાવતી સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. આ કાર્યવાહીથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા જાહેર ઉપયોગના હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન ફરીથી નગરપાલિકાના નિયંત્રણ હેઠળ આવી છે. હવે આ જમીનનો ઉપયોગ જાહેર હિત અને નક્કી કરાયેલા હેતુ માટે થઈ શકશે કે કેમ તે આગામી સમયમાં નગરપાલિકાના આયોજન પર નિર્ભર રહેશે. સરકારી મિલકતો પરના દબાણો દૂર કરવાની કામગીરીથી જાહેર સંપત્તિનું રક્ષણ અને તેનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાની દિશામાં વહીવટી તંત્રની કાર્યવાહી સામે આવી છે.
    Click here to Read More
    Previous Article
    10 લાખના દારૂ સાથે રાજસ્થાનનો બુટલેગર ઝડપાયો:દહેગામ નજીક મેશ્વો નદીના બ્રિજ પાસેથી SMCએ ક્રેટા કારને ઝડપી, નંબર પ્લેટ પણ ફેક નીકળી, એક ફરાર
    Next Article
    યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવમાં 976 ખેલાડી જોડાયા:91 કોલેજના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે; પસંદગી પામેલા ખેલાડીઓ વેસ્ટ ઝોન એથ્લેટિક સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment