Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણીપના શખ્સે મંગાવેલો 10 લાખનો મુદ્દામાલ જપ્ત:દિવાળીમાં પાર્ટી કરવા મંગાવેલા દારૂની ગાડી સાથે SG હાઈવે પરથી એક ઝડપાયો

    1 day ago

    નીરમા યુનિવર્સિટી સામે સોલા પોલીસે દિવાળીના તહેવારમાં પાર્ટી કરવા માટે લવાતા વિદેશી દારૂ ભરેલી એક સફેદ ક્રેટા કારને ઝડપી પાડી છે. ખોટી નંબર પ્લેટ લગાવેલી આ કારમાંથી પોલીસે 4.52 લાખની કિંમતની વિદેશી દારૂ અને બીયરની 1800 બોટલો સહિત કુલ 10.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શામળાજી બોર્ડરથી લાવીને અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે દારૂની ડિલિવરી આપવા જતા ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને મેળવનાર અન્ય બે બુટલેગર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન ભૂકણ અને PSI એસ.જે દેસાઈને મળેલી બાતમીના આધારે રાતે 1 વાગ્યે એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજ ઉતરતા નીરમા યુનિવર્સિટી સામેના જાહેર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કારને પોલીસે કોર્ડન કરીને રોકી હતી. કાર ચલાવનાર શખ્સને નીચે ઉતારી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ ચેતનભાઈ માળી (ઉં.વ. 44, રહે. ડીસા, જિ. બનાસકાંઠા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બીયરની 452736 રૂપિયાની કુલ 1800 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. કાર અંગે તપાસ કરતા સામે આવ્યું હતું કે, તેમાં ખોટી નંબર પ્લેટ લગાવી છે. જે પોલીસે જપ્ત કરી છે.આ ઉપરાંત 1 મોબાઈલ ફોન સહિત કુલ 10,57,736નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં દરમિયાન જાણવા મળ્યું કે, આ દારૂ ભરેલી કાર રાણીપના જીતુ રાવળ ઉર્ફે જયઅંબેના કહેવાથી શામળાજી બોર્ડરથી લાવવામાં આવી હતી અને ગુલબાઈ ટેકરા ખાતે રહેતી સોનલ નામની વ્યક્તિને પહોંચાડવાની હતી.આ મામલે પોલીસે પકડાયેલા ડ્રાઈવર અને દારૂ મંગાવનાર-મોકલનાર અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લિંબાયતના દુકાનદારને કેદ:13 વર્ષની સગીરાની છેડતી કરનાર કરિયાણાના વેપારીને 2 વર્ષની સખત કેદની સજા
    Next Article
    બોટાદમાં 33 પોલીસકર્મચારીની આંતરિક બદલી:જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્માએ આદેશ કર્યા; વિવિધ પોલીસ સ્ટેશનોમાં નવી જવાબદારી સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment