Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતના દુકાનદારને કેદ:13 વર્ષની સગીરાની છેડતી કરનાર કરિયાણાના વેપારીને 2 વર્ષની સખત કેદની સજા

    1 day ago

    સુરતની ખાસ પોક્સો કોર્ટે 13 વર્ષની સગીરા સાથે અશ્લીલ વર્તન કરી જાતીય સતામણી કરનાર 44 વર્ષીય કરિયાણાના દુકાનદારને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અધિક સેશન્સ જજ હિતેશકુમાર એમ. વ્યાસે આરોપીને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-79 તથા પોક્સો એક્ટની કલમ-11(1) હેઠળ દોષિત જાહેર કર્યો હતો. અદાલતે આરોપીને ₹30,000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ ભોગવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, દંડની રકમમાંથી ₹25,000 પીડિતાને વળતર પેટે ચૂકવવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે. સમગ્ર બનાવ લિંબાયત પોલીસ મથકની હદમાં બન્યો હતો. તારીખ 9-10-2024ના રોજ 13 વર્ષની સગીર કિશોરી પોતાના મકાનમાલિક માટે ફરાળી ચેવડો, વેફર અને ચણા ખરીદવા ઘર નજીક આવેલી કિરાણા સ્ટોર પર ગઈ હતી. તે દરમિયાન દુકાનના માલિક 44 વર્ષીય વગતારામ ઉર્ફે વિક્રમભાઈ ભેરારામ ચૌધરીએ બાળકી સામે પોતાનું ગુપ્તાંગ બતાવીને ગંભીર જાતીય સતામણી કરી હતી. આ ઘટના બાદ બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બચાવપક્ષની દલીલો ફગાવી કેસની સુનાવણી દરમિયાન એપીપી (APP) વિશાલ ફળદુએ 14 સાક્ષીઓ અને 21 દસ્તાવેજી પુરાવા રજૂ કરીને આરોપો પુરવાર કર્યા હતા. બચાવપક્ષે દલીલ કરી હતી કે પીડિતાને આંખનું ઓપરેશન કરાવેલું હોવાથી બરાબર દેખાતું નહોતું અને અન્ય સાથેની તકરારમાં આ ખોટો કેસ કરવામાં આવ્યો છે. જોકે કોર્ટે પીડિતાના સ્પષ્ટ પુરાવાને માન્ય રાખી આ દલીલો ફગાવી દીધી હતી. અદાલતે સ્પષ્ટ નોંધ્યું કે આરોપી પોતે 44 વર્ષનો અને વિવાહિત હોવા છતાં સગીરા સામે આચરેલું આ ગંભીર કૃત્ય કોઈ પણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય નહીં.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ:અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- તક મળી તો ફરી હુમલો કરીશ; તેમની પાર્ટીએ બંને ગૃહમાં બહુમતી ગુમાવી
    Next Article
    રાણીપના શખ્સે મંગાવેલો 10 લાખનો મુદ્દામાલ જપ્ત:દિવાળીમાં પાર્ટી કરવા મંગાવેલા દારૂની ગાડી સાથે SG હાઈવે પરથી એક ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment