Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલમાં કેસર કેરીનું 10 કિલોનું બોક્સ ₹5,500માં વેચાયું:યાર્ડમાં પ્રથમ દિવસે 200 બોક્સની આવક; જસાધાર, મોતીસર અને કંટાળાના ખેડૂતોને સારો ભાવ મળ્યો, સીઝન 8 દિવસ વહેલાં શરૂ

    1 week ago

    ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં સીઝનની પ્રથમ 'કેસર કેરી'નું આગમન થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની આવક 8 દિવસ વહેલી જોવા મળી છે. સીઝનના પ્રથમ દિવસે જ અંદાજે 200 બોક્સની આવક થઈ હતી, જેમાં ભાવ આસમાને પહોંચતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. પ્રથમ દિવસે ગીરગઢડાના જસાધાર, મોતીસર અને કંટાળાના ખેડૂતો કેસર કેરી લાવ્યા હતા. જેમાં 10 કિલોના બોક્સના મહત્તમ ₹5,500 અને લઘુત્તમ ₹2,500 બોલાયા હતા. હરાજીના ભાવમાં મોટો ઉછાળો વહેલી સવારે ગોંડલ બસ સ્ટેન્ડ સામે આવેલા જૂના માર્કેટિંગ યાર્ડમાં ગીર પંથકની કેરીની હરાજી યોજાઈ હતી. હરાજી દરમિયાન કેરીના ભાવ સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા: મહત્તમ ભાવ: ₹5,500 (10 કિલોના એક બોક્સના) ન્યૂનતમ ભાવ: ₹2,500 (10 કિલોના એક બોક્સના) ગીરના ખેડૂતો માટે પસંદગીનું કેન્દ્ર ગીર ગઢડાના જસાધાર, કંટાળા અને મોતીસર ગામના ખેડૂતો ગણેશ ફ્રુટ નામની પેઢીમાં પોતાની જણસ લઈને આવ્યા હતા. રાદડિયા ફ્રૂટના વેપારી દિવ્યેશ રાદડિયાએ હરાજીમાં સૌથી ઉંચી બોલી લગાવી આ કેરીની ખરીદી કરી હતી. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રભરના વેપારી ગોંડલમાં ઉમટે ગણેશ ફ્રુટના સંચાલક કિશોર રવજીના જણાવ્યા અનુસાર, ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીનું હબ છે. અહીં તાલાલા, ગીર ગઢડા, જસાધાર અને બાબરીયા પંથકમાંથી ખેડૂતો માલ વેચવા આવે છે, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ અહીં મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડે છે. ગુણવત્તા અને સ્વાદ અકબંધ આ વર્ષે કેરીનું આગમન વહેલું થયું હોવા છતાં તેની ગુણવત્તા અને સ્વાદ જળવાઈ રહ્યા છે. હાલ મોંઘા ભાવ હોવા છતાં સ્વાદના શોખીનો ઉંચી કિંમત ચૂકવીને કેરીની ખરીદી કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગીર પંથકમાંથી આવક વધવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય જનતા માટે ભાવમાં ઘટાડો થઈ શકે છે. કેરી દેશનું રાષ્ટ્રીય ફળ ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. કેરીને 'ફળોનો રાજા' પણ કહેવામાં આવે છે, જે ભારતની સમૃદ્ધિ, ફળદ્રુપતા અને સામાજિક-સાંસ્કૃતિક મહત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ ફળ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં, ખાસ કરીને ભારતીય ઉપખંડમાં વિપુલ પ્રમાણમાં ઉગે છે. કેરીનું વૈજ્ઞાનિક નામ મેંગિફેરા ઇન્ડિકા (Mangifera indica) છે. તે ઉનાળાની મુખ્ય ફળ છે અને ભારતમાં આંબાવાડીઓ ખૂબ પ્રખ્યાત છે. ભારતમાં હાફૂસ (અલ્ફોન્સો), તોતાપુરી, દશેરી જેવી અનેક સ્વાદિષ્ટ જાતો જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    અધ્યક્ષે ઈટાલિયાને ઠપકો આપ્યો:ગૃહમાં ના ચર્ચાયેલા મુદ્દા બહાર ચર્ચવા યોગ્ય નથી; ગૃહ વિભાગના પ્રશ્નનો જવાબ વન વિભાગના મંત્રીએ આપતા કોંગ્રેસનો હોબાળો
    Next Article
    મિત્રતા અને સાહિત્યનો અનોખો સંગમ:રાજકોટની રાષ્ટ્રીય શાળામાં 2 વર્ષની બાળકીના હસ્તે પુસ્તકાલયનું ઉદઘાટન, લેખક મિત્રને જન્મદિને લાયબ્રેરીની અનોખી ભેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment