Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધ્યક્ષે ઈટાલિયાને ઠપકો આપ્યો:ગૃહમાં ના ચર્ચાયેલા મુદ્દા બહાર ચર્ચવા યોગ્ય નથી; ગૃહ વિભાગના પ્રશ્નનો જવાબ વન વિભાગના મંત્રીએ આપતા કોંગ્રેસનો હોબાળો

    1 week ago

    વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન ગૃહ વિભાગ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા ગરમાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રશ્ન પૂછતા પહેલા કહ્યું કે તેમને આશા છે કે સાચો જવાબ મળશે. આ નિવેદન પર અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ટોકી કહ્યું કે આ પ્રકારના આક્ષેપ યોગ્ય નથી અને આવા શબ્દોને રેકોર્ડ પરથી દૂર કરવાની સૂચના આપી. મારી પર હુમલો થયો છતાં ફરિયાદ નોંધાઈ નથી: કાંતિ ખરાડી કાંતિ ખરાડીએ ગૃહમાં જણાવ્યું કે તેમના પર હુમલો થયો હોવા છતાં તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી. તેમણે આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે થયેલા ઘર્ષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે જો આદિવાસીઓ સામે ફરિયાદ થઈ હોય તો તેમની તરફથી ક્રોસ ફરિયાદ કેમ લેવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે પોતાના ઉપર હુમલા અંગે FIR નોંધાઈ નથી તો સામાન્ય લોકોની ફરિયાદોનું શું થાય? પોલીસ નિયમ મુજબ FIR નોંધે છે અને મેરિટના આધારે કાર્યવાહી કરે છે: મંત્રી આ પ્રશ્નના જવાબમાં રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે પોલીસ નિયમ મુજબ FIR નોંધે છે અને મેરિટના આધારે કાર્યવાહી કરે છે. તેમણે માહિતી આપી કે ગીર સોમનાથ જિલ્લામાં 308 અને જૂનાગઢ જિલ્લામાં 251 FIR નોંધાઈ છે. કેટલાક કેસોમાં અરજદાર પોલીસ સ્ટેશનમાં નહીં, પરંતુ સીધા કોર્ટમાં જાય છે અને કોર્ટના આદેશ બાદ FIR નોંધાય છે. કાયદા મુજબ FIR લેવાની જોગવાઈ, તો આ કેસમાં ક્રોસ ફરિયાદ કેમ નોંધાઈ નથી: અમિત ચાવડા ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો કે કાયદા મુજબ કોઈપણ વ્યક્તિની FIR લેવાની જોગવાઈ છે તો આ કેસમાં ક્રોસ ફરિયાદ કેમ નોંધાઈ નથી. બીજી તરફ વન વિભાગના મંત્રી પ્રવીણ માળીએ સ્પષ્ટતા કરી કે આ કિસ્સામાં વન વિભાગ જાતે ફરિયાદી બન્યું છે. ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો ગૃહમાં ચાલેલી દલીલો વચ્ચે કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયા અને હોબાળો કર્યો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી જણાવ્યું કે પૂરક પ્રશ્ન જે વિભાગના હોય તે જ મંત્રી જવાબ આપે, અન્ય મંત્રી જવાબ આપી શકતા નથી. ગૃહ વિભાગના પ્રશ્નનો જવાબ વન વિભાગના મંત્રી દ્વારા આપવામાં આવ્યો હોવાથી તેમણે વાંધો નોંધાવ્યો. ગૃહ વિભાગે આપેલા જવાબમાં વન વિભાગનો ઉલ્લેખ નહોતો: અમિત ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી જણાવ્યું કે કેબિનેટ મંત્રી ગેરહાજર હોય ત્યારે અન્ય મંત્રી જવાબ આપી શકે છે, પરંતુ તેમને પૂરતી માહિતી હોવી જરૂરી છે. બીજી તરફ અમિત ચાવડાએ રજૂઆત કરી કે ગૃહ વિભાગ દ્વારા આપેલા જવાબમાં ક્યાંય વન વિભાગનો ઉલ્લેખ નહોતો. ‘અધ્યક્ષે ઈટાલિયાને ઠપકો આપ્યો’ આ સમગ્ર વિવાદ બાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહમાં સ્પષ્ટતા કરી કે સામાન્ય રીતે જે તે વિભાગના મંત્રીએ જ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. અનિવાર્ય સંજોગોમાં જ અન્ય મંત્રી જવાબ આપી શકે, પરંતુ એક મંત્રીના બદલે બીજા મંત્રી દ્વારા જવાબ આપવો યોગ્ય નથી. તેમણે ગોપાલ ઇટાલિયાને ઠપકો આપતાં જણાવ્યું કે ગૃહમાં ચર્ચા ન થયેલા મુદ્દાઓ બહાર ચર્ચવા યોગ્ય નથી અને ભવિષ્યમાં આવું ન કરવા તાકીદ કરી.
    Click here to Read More
    Previous Article
    PNG-LPG બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે:જિલ્લા દીઠ 36 હજાર લિટર કેરોસીન ફાળવ્યું, ગુજરાતમાં ગેસ પુરવઠા પર સરકારનો નિર્ણય
    Next Article
    ગોંડલમાં કેસર કેરીનું 10 કિલોનું બોક્સ ₹5,500માં વેચાયું:યાર્ડમાં પ્રથમ દિવસે 200 બોક્સની આવક; જસાધાર, મોતીસર અને કંટાળાના ખેડૂતોને સારો ભાવ મળ્યો, સીઝન 8 દિવસ વહેલાં શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment