Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસિક ત્રાસની રકમ ચુકવવા હુક્મ:પોલિસીની શરત મુજબ 10% કો-પેમેન્ટ કપાત કરી ફરિયાદીને ₹2,17,365 વ્યાજ સાથે ચૂકવવા હુક્મ

    11 hours ago

    અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન( એડિશનલ )ના પ્રમુખ ઇન્ચાર્જ શ્રીમાન એમ એચ પટેલ તથા મેમ્બર શ્રી એમ.બી. ચૌહાણની બેન્ચે ફરિયાદીએ કલેઇમ કરેલ રકમ ₹2,41,517 માંથી પોલીસીની શરત મુજબ 10% કો - પેમેન્ટ કપાત કરી ફરિયાદીને રકમ રૂપિયા ₹2,17,365 દાખલ થયા તારીખ 1- 6- 2024થી વાર્ષિક 7% ના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો છે. આ હુક્મ તારીખથી 30 દિવસમાં રકમ ચુકવી આપવાનો આદેશ આપ્યો છે. વધુમાં ફરિયાદીને માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટના ખર્ચ પેટે અલગથી ₹4,000 ચૂકવવા પણ વીમા કંપનીને હુકમ કર્યો છે. અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન ( એડિશનલ ) દ્વારા આપેલાં ચુકાદામાં નોંધ્યું છે કે, વીમા કંપની દ્વારા રેકર્ડ ઉપરના દસ્તાવેજી પુરાવાઓને અવગણી પોલિસી ધારકને આપવામાં આવેલ રેપ્યુડેશન પત્રને અન્યાયી , અમાન્ય અને તર્કસંગત ના હોય તેવી નોંધ સાથે રદ કરી ફરિયાદી ગ્રાહકને ન્યાય આપ્યો છે. પોલિસીધારકને વીમા કંપનીએ ક્લેઈમની રકમ ચૂકવવાનો ઈન્કાર કર્યો અમદાવાદના રહીશ ભરતસિંહ રાઠોડે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વર્ષ 2021માં 5 લાખનો વીમો લીધો હતો. પોલિસી લેતા સમયે પ્રપોઝલ ફોર્મમાં દસ વર્ષ અગાઉ લીધેલ સારવારનો ઉલ્લેખ કરેલ હતો. વીમા કંપની તેઓની હકીકતોને ધ્યાને લઈ પ્રીમિયમ નક્કી કરી પોલિસી આપી હતી. પોલિસીધારકને વર્ષ 2023માં પાન યુરેથલ સ્ટ્રિક્ચરની બીમારી હોસ્પિટલમાં દાખલ થઈ તબીબી સારવાર લીધી હતી. તબીબી સારવાર દરમિયાન 2,41,517નું બિલ આવ્યું હતું. આ બિલની રકમ મેળવવા માટે વીમા કંપની પાસે ક્લેઇમ કર્યો હતો. વીમા કંપનીએ કલેઇમની રકમ pre existingના નામે આપવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે ગ્રાહક સાથે ન્યાય કર્યો પોલિસીધારક ગ્રાહક પોતે ન્યાય ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી વીમા કંપની દ્વારા ક્લેઇમ આપવા કરેલા ઇનકારના નિર્ણયને ચેલેન્જ કરવો જરૂરી માની ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. સુચિત્રા પાલ દ્વારા કરેલી ફરિયાદ અને દલીલો તથા રેકોર્ડ પર રજૂ થયેલ પુરાવાઓને ધ્યાને લઈ કમિશને વીમા કંપનીના ક્લેઇમ ના આપવાના નિર્ણયને અન્યાયી અને અમાન્ય,અતાર્કિક માની ફરિયાદીની તરફેણમાં હુકમ કરી પોલીસી ધારક ગ્રાહક સાથે યોગ્ય ન્યાય કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળા નગરપાલિકા ચૂંટણી: ચાની લારીવાળા ઉમેદવારો બન્યા આકર્ષણનું કેન્દ્ર:ભાજપ અને AAPએ સામાન્ય નાગરિકોને આપી ટિકિટ, જીતનો દાવો
    Next Article
    હેરીટેજ સ્મારકો પ્રત્યે કોર્પોરેશનનું ઉદાસીન વલણ:અસારવામાં આવેલી દાદા હરીની વાવની દુર્દશા, પ્રવાસીઓ પરત ફરવા મજબૂર બન્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment