Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળા નગરપાલિકા ચૂંટણી: ચાની લારીવાળા ઉમેદવારો બન્યા આકર્ષણનું કેન્દ્ર:ભાજપ અને AAPએ સામાન્ય નાગરિકોને આપી ટિકિટ, જીતનો દાવો

    13 hours ago

    નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ચાની લારી ચલાવતા બે સામાન્ય નાગરિકોની ઉમેદવારી આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંનેએ આવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ સમાજસેવાની ભાવના સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપે વોર્ડ નંબર 7 માંથી ગીતાબેન પાટણવાડિયાને ટિકિટ આપી છે, જેઓ એક વિધવા મહિલા છે. ગીતાબેન છેલ્લા 35 વર્ષથી કોલેજ રોડ પર ચાની ટપરી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે, જેમાંથી દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. ગીતાબેન જણાવે છે કે તેઓ પહેલા પોતાની ટપરી પર ધ્યાન આપે છે અને પછી પ્રચારમાં જોડાય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા કહ્યું કે, જોકે તેઓ વડાપ્રધાન જેટલી ઊંચાઈએ નહીં પહોંચી શકે, પરંતુ રાજપીપળા નગરપાલિકામાં વિજેતા બનીને સમાજ સેવા કરવા માંગે છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 5 માંથી સિકંદર ઘોરીને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ રાજપીપળા ડેપો ખાતે 40 વર્ષથી ચાની ટપરી ચલાવે છે અને 'સિકંદર ચાવાળા' તરીકે ઓળખાય છે. સિકંદરભાઈ અગાઉ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. સિકંદરભાઈના મતે, તેમના મતદારોએ જ તેમને આ વખતે ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેઓ દાવો કરે છે કે ભાજપે છેલ્લા 10 વર્ષમાં તેમના વિસ્તારમાં કોઈ કામ કર્યું નથી. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ એક સામાન્ય ચાની ટપરી ચલાવનારને ટિકિટ આપી તે તેમના માટે ગર્વની વાત છે. તેઓ પોતાના વોર્ડની ચારેય બેઠકો પર વિજય મેળવી રાજપીપળા શહેરના વિકાસ માટે કામ કરવાની વાત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પહેલા વલસાડ પોલીસ એલર્ટ:લાખોનો દારૂ ઝડપી પાડ્યો, 24 કલાક સઘન ચેકિંગ
    Next Article
    માનસિક ત્રાસની રકમ ચુકવવા હુક્મ:પોલિસીની શરત મુજબ 10% કો-પેમેન્ટ કપાત કરી ફરિયાદીને ₹2,17,365 વ્યાજ સાથે ચૂકવવા હુક્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment