Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેરીટેજ સ્મારકો પ્રત્યે કોર્પોરેશનનું ઉદાસીન વલણ:અસારવામાં આવેલી દાદા હરીની વાવની દુર્દશા, પ્રવાસીઓ પરત ફરવા મજબૂર બન્યાં

    10 hours ago

    આજે 18 એપ્રિલને વર્લ્ડ હેરીટેજ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરે વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મેળવ્યો છે. પરંતુ અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલ દાદા હરીની વાવમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલું છે. જેના કારણે ગંદકીની સાથોસાથ દુર્ગધ ફેલાય છે. આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સહિત હેરિટેજ વિભાગને અસારવાના રહીશો તરફથી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્રના ઉદાસીનભર્યા વલણના કારણે વાવની મુલાકાતે આવતાં પ્રવાસીઓને દાદા હરીની વાતની મુલાકાત લીધાં વગર જ પરત ફરવું પડે છે. દાદા હરિની વાવ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે આ અંગે અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વાવો માટે પ્રખ્યાત રાજ્ય છે, એમાં ય અમદાવાદ તો એને માટે બહુજ પ્રખ્યાત છે. જેટલી પ્રખ્યાત અડાલજની વાવ છે એટલી જ પ્રખ્યાત અસારવા વિસ્તારમાં આવેલી દાદા હરિનીની વાવ છે. શહેરમાં ઘણી બધી વાવ આવેલી છે. જેમાં દાદા હરિની વાવ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ઈ.સ. 1499માં બાંધવામાં આવેલી વાવ પાછળનો હેતુ ખૂબ ઉમદા હતો, વટેમાર્ગુઓને છાંયડો અને પાણી મળી રહે તે હેતુથી તેને બાંધવામાં આવી હતી. આ વાવની બાંધણીમાં ખૂબ નજાકત જોવા મળે છે. પક્ષીઓ, પ્રાણીઓ અને મનમોહક આકૃતિઓ જોવા મળશે ઘણી જગ્યાએ કરાયેલું નકશીકામ મનમોહક છે. વરસો વિતતા છતાં વાવના નકશી કામમાં પણ ઉમેરો થતો ગયો. અષ્ટકોણ પ્રકારની વાવ હિન્દુ અને ઈસ્લામિક આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે. જેમ જેમ તમે વાવમાં ઉપરના પગથિયા ચઢતાં જશો તેમ તેમ પક્ષીઓ, પ્રાણીઓ અને મનમોહક આકૃતિઓ જોવા મળશે અને સાથે સાથે તમને સંસ્કૃત અને એરેબિક ભાષામાં લખાણ પણ જોવા મળશે.આ વાવમાં વરસાદી પાણી છલોછલ ભરાયેલું છે. આ અંગે તેમણે અમદાવાદ મ્યુનિ. કમિશનર તથા વડોદરા સ્થિત આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના સુપ્રિટન્ડન્ડીંગ આર્કિયોલોજીસ્ટને અસારવામાં આવેલ ઐતિહાસિક દાદા હરી વાવ ખાતે લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યા અને રાષ્ટ્રીય સ્મારકની અવગણના બાબત તાત્કાલિક કાર્યવાહી અંગે લેખિત રજૂઆત કરી છે. મહત્વપૂર્ણ સ્મારકની યોગ્ય દેખરેખ અને જાળવણીમાં ગંભીર બેદરકારી તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, દાદા હરીની વાવ ભારતના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્મારકોમાં સ્થાન ધરાવે છે.તાજેતરમાં સ્થળ મુલાકાત દરમિયાન, મુલાકાતીઓના અભિપ્રાયો અને અગાઉ સમાચાર પત્રોમાં છપાયેલ તસ્વીરોના આધારે સ્પષ્ટ થાય છે કે વાવની અંદર અને આસપાસના વિસ્તારમાં મોટા પાયે પાણીનો ભરાવો (water logging) થયેલ છે. ગયા વરસાદી મોસમથી આ પાણી સતત ભરાયેલું છે અને આજદિન સુધી સંબંધિત તંત્ર દ્વારા તેને દૂર કરવામાં આવ્યું નથી, જે અત્યંત ચિંતાજનક બાબત છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે આ મહત્વપૂર્ણ સ્મારકની યોગ્ય દેખરેખ અને જાળવણીમાં ગંભીર બેદરકારી દાખવાઈ રહી છે. દાદા હરી વાવ માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી, પરંતુ અમદાવાદની સંસ્કૃતિ અને વારસાની ઓળખ છે. તેની આવી હાલત આપણા શહેર માટે શરમજનક છે.તો તાત્કાલિક તે પાણી પંપ વાટે ખાલી કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. વાવના સ્તંભો અને પાયાને શું થશે નુકસાન • ઐતિહાસિક રચનાને ગંભીર નુકસાન થવાની શક્યતા છે • પથ્થરની કોતરણી અને સ્થાપત્ય ધીમે ધીમે ક્ષય પામી રહ્યું છે • સ્થળ પર સ્વચ્છતાનો અભાવ અને ગંદકી જોવા મળે છે • પ્રવાસીઓ માટે જોખમજનક અને અસુવિધાજનક પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. શું છે માંગણીઓ? 1. વાવમાંથી તાત્કાલિક પાણી કાઢવા માટે ડ્રેનેજ અને પંપિંગ વ્યવસ્થા કરવી 2. પાણી ભરાવાનું મૂળ કારણ શોધીને સ્થાયી ઉકેલ લાવવો 3. સ્થળ પર નિયમિત સફાઈ અને મેન્ટેનન્સ સુનિશ્ચિત કરવું 4. ASI દ્વારા ટેકનિકલ સર્વે કરીને ઐતિહાસિક બંધારણને સુરક્ષિત કરવું 5. પર્યટકો માટે સલામતી અને સુવિધાઓમાં સુધારો કરવો 6. જવાબદાર વિભાગો સામે જવાબદારી નિર્ધારિત કરવી સ્થાપત્યનો ત્રિવેણી સંગમ દાદા હરિની વાવ સ્થાપત્યનો ત્રિવેણી સંગમ છે. જ્યાં વાવ, મસ્જિદ અને રોઝો એમ ત્રણેય એક સાથે જોવા મળે છે. દાદા હરિની વાવ તરીકે ઓળખાતી આ વાવ આમ તો બેગડાના સમયમાં અંત:પુરની દાસી પ્રકારની મહિલા હરિબાઈ જેનું કામ રાણીના સંતાનોને સ્તનપાન કરાવવાનું હતું તેની યાદમાં 1499માં બંધાઈ છે. આવી બાઈઓને અંત:પુરની સર્વાધિકારીણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભદ્ર પ્રકારની આ વાવ હિન્દુ સ્થપતિએ બાંધી છે પણ ઈસ્લામિક સ્ટાઈલમાં જે તે સમયના સ્થાપત્યમાં પણ એકતાનું પ્રતિક છે. બાંધકામની યોજનામાં બે-ત્રણ-ચારના ગુણાકારમાં તેનું નિર્માણ થયું છે. અહીં સ્થાપત્યનો ત્રિવેણી સંગમ સર્જાયો છે એટલે આ સ્થળ વટેમાર્ગુઓ માટે વિસામો કરવાનું હશે એવું માની શકાય. વાવમાં કુવાની બાજુમાં નીચે જવા માટે સર્પાકાર સીડી આવેલી છે, જે જુદા ઝરુખાના સ્તર પરથી નીચે જાય છે A. મુખ્ય કૂવો, અષ્ટકોણીય. B. સર્પાકાર નિસરણી જે પાણીની સપાટી સુધી જાય છે. C. સિંચાઈ માટેનો કૂવો. D. બાજુના ઝરુખામાંનું લખાણ. E. છત્રીકાર બાહ્ય પ્રવેશદ્વાર. ઉપરનો ઝરુખો દાદા હરિની વાવમાં જોવા લાયક શું છે? દાદા હરિની વાવને ભદ્ર પ્રકારની વાવ કહી શકાય. બે પ્રવેશદ્વાર અને છ માળની વાવની લંબાઈ 241.5 ફૂટ છે. જ્યારે અંદરના મંડપ 16 ફૂટના છે. તેમાં પણ અષ્ટકોણ કૂવાનો અંદરનો ચોરસ ભાગ 24 ફૂટનો છે. જો કે આ વાવના થાંભલા સાદા છે અને પગથિયા ઉતરતી વખતે દરેક બેઠકમાં ગોખલા મૂકેલા છે. તેમાં દેવી દેવતાના શિલ્પો જોવા મળે છે જો કે હવે તો આ શિલ્પો ઘસાઈ ગયા હોવાથી સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી. અડાલજની વાવ પછી આ વાવ સ્થાપત્યની રીતે જોતાં મુલાકાતીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. વાવની મુલાકાતનો સમય સવારે ૯થી સાંજે પ સુધીનો છે. કોઈ એન્ટ્રી ફી નથી.
    Click here to Read More
    Previous Article
    માનસિક ત્રાસની રકમ ચુકવવા હુક્મ:પોલિસીની શરત મુજબ 10% કો-પેમેન્ટ કપાત કરી ફરિયાદીને ₹2,17,365 વ્યાજ સાથે ચૂકવવા હુક્મ
    Next Article
    Dhandhuka Curfew News LIVE | ધંધુકામાં કર્ફ્યૂ, પોલીસના ધાડેધોડા ઉતર્યા | Ahmedabad | Police | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment