Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પોલીસમાં 10 PI અને 3 PSIની બદલી:જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદૃઢ કરવા આંતરિક ફેરબદલ

    1 week ago

    વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા તથા વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શુક્રવારે ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના 10 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીના આદેશ જારી કરાયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, કુલ 13 અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આ ઉપરાંત, સાયબર ક્રાઈમ અને ટ્રાફિક વિભાગમાં પણ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. PI ઉપરાંત, ત્રણ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની પણ બદલી કરવામાં આવી છે. જેમાં વાપી ટાઉન, ડુંગરા અને ભિલાડ પોલીસ સ્ટેશનના PSI નો સમાવેશ થાય છે. તેમને અનુક્રમે વાપી ટ્રાફિક, નાનાપોંઢા અને સરીગામ ખાતે ફરજ પર હાજર થવા આદેશ અપાયો છે. જિલ્લા પોલીસ વડાએ બદલી થયેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળી, તેની જાણ કચેરીને કરવા સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    Editor’s View: ગ્રેટર ઇઝરાયલ માટે કત્લેઆમ:નેતન્યાહૂ લોહી તરસ્યા બન્યા, ઇરાનને નબળું પાડવા અમેરિકાના ખભે ધર્મની લડાઇ, ટ્રમ્પને બાટલીમાં ગેમ પલટી નાખી
    Next Article
    જામનગરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા:LCBએ ગોકુલનગરમાંથી ₹6.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment