Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા:LCBએ ગોકુલનગરમાંથી ₹6.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    1 week ago

    જામનગર એલસીબી પોલીસે ગોકુલનગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹6,27,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી સ્ટાફના અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિશોરભાઈ પરમારને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગોકુલનગર પાછળ આવેલા ખોડીયારનગર વેલનાથ મંદિર પાસે દરોડો પાડી પોલીસે 'માંગપાનું' નામનો જુગાર રમતા શખ્સોને પકડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹52,500 રોકડા, નવ મોટરસાયકલ (કિંમત ₹5,50,000) અને પાંચ મોબાઈલ ફોન (કિંમત ₹25,000) જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹6,27,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં રમેશભાઈ રવજીભાઈ પરમાર (ઉં.વ. 44), ભરત પાલાભાઈ અવાર (ઉં.વ. 39), સુખાભાઈ પરસોતમભાઈ ડાભી (ઉં.વ. 31), પાંચાભાઈ ભગવાનજીભાઈ જોરીયા (ઉં.વ. 38) અને નિલેશભાઈ નારણભાઈ કરમુર (ઉં.વ. 26)નો સમાવેશ થાય છે. જોકે, આ દરોડા દરમિયાન અન્ય ચાર અજાણ્યા શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. તેમને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા, એએસઆઈ ભરતભાઈ ડાંગર, હેડ કોન્સ્ટેબલ મયુદ્દીનભાઈ સૈયદ, ભરતભાઈ પટેલ અને એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડ પોલીસમાં 10 PI અને 3 PSIની બદલી:જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદૃઢ કરવા આંતરિક ફેરબદલ
    Next Article
    રાજ્ય સરકારની એકસાથે 880 કર્મચારી-અધિકારીની બઢતી બદલી:મહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓને પ્રમોશન, નાયબ મામલતદારોને ટ્રાન્સફર; જુઓ બઢતી-બદલીનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment