Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત:સગીરાનું અપહરણ કરનાર યુવક દ્વારકાથી ઝડપાયો, PCBએ 34.74 લાખના દારૂ સાથે બે આરોપીને ઝડપી ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી

    9 hours ago

    રાજકોટ શહેરના સાધુવાણી રોડ પર આવેલ ઓસ્કાર બિલ્ડિંગમાં 10માં માળે કામ કરી રહેલ યુવકનું અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું છે. સુનિલ પરિહાર (ઉ.વ.25) ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ ઓસ્કાર બિલ્ડિંગમાં 10માં માળે કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણો સર અકસ્માતે નીચે પટકાતા તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યુવક ગોપાલ ચોક નજીક ઓરડીમાં ભાડે રહેતો હોવાનું અને તેને સંતાનમાં એક 5 વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. સગીરાનું અપહરણ કરનાર યુવક દ્વારકાથી ઝડપાયો રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં એક સગીરાનું અપહરણ થયા હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ હતી જે બા પોલીસે હ્યુમન તેમજ ટેક્નિકલ સોર્સીસના આધારે તપાસ શરૂ કરી હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે સગીરા અને તેની સાથે સગીરાનું અપહરણ કરનાર આરોપી કરણ મકવાણા દ્વારકા ખાતેથી પકડી પાડી સગીરાને તેના પરિવારને સોંપી આરોપી કરણ મકવાણા (ઉ.વ.19)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કરણ મકવાણા પણ સગીરાના ઘર પાસેજ રહેતો હોય જેથી તે સગીરાને ફોસલાવી લઇ ગયો હોવાનું સામે આવ્યું છે આ પછી 3 દિવસ સુધી ક્યાં રોકાયો અને સથૂરા સાથે કોઈ શારીરિક સબંધ બાંધ્યા હતા કે કેમ સહીતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરે છે. PCBએ 34.74 લાખના દારૂ સાથે 2 આરોપીની કરી ધરપકડ રાજકોટ શહેર PCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક ટ્રક વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને રાજકોટ તરફ આવી રહી છે આ બાતમીના આધારે પોલીસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભગીરથ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી તપાસ દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ટ્રક નંબર એચઆર.38.વી.4961ને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ દરોડા દરમિયાન ટ્રક ચાલક થાનસિંહ તોતારામ કુશવાહ અને તેની સાથેના અન્ય એક શખ્સ ચંદ્રભાણ મેઘસિંહ કુશવાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને આરોપીઓ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના મનીયા તાલુકાના રહેવાસી છે જયારે આ ગુનામાં અન્ય એક આરોપી સુમન ઔતારસિંગ ગુર્જરનું નામ પણ ખુલ્યું છે જે હાલ પોલીસ પકડથી દૂર છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ટ્રકમાંથી કુલ 34.74 લાખનો વિદેશી દારૂ ઉપરાંત રૂ.10 લાખનો ટ્રક મળી કુલ રૂ.44,79,912નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજસીટોકના ગુનામાં ફરાર નામચીન ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ગાંધીધામથી ઝડપાયો ગુજસીટોકના ગુનામાં ફરાર દૂધની ડેરી વિસ્તારમાં રહેતો નામચીન ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ગાંધીધામથી ઝડપાયો છે. કોર્ટે ગુજસીટોકના જામીન રદ કર્યા બાદ તે નાસ્તો ફરતો હતો જેને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે લાલો ભિખુ ઉર્ફે કરીમ રાઉમા (ઉ.વ.35) આરોપી ઈમ્તિયાઝ વિરુધ્ધ હત્યા, આર્મ્સ એકટ સહિત 20 ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં હાલારી પાઘડી પહેરી પીએમ મોદીનું સંબોધન:બંગાળમાં ચૂંટણીના પરિણામની ગુજરતમાં પણ ઉજવણી, બંગાળમાં 50 વર્ષનો ખાડો પૂરી દોડતું કરવાનું કામ ભાજપ કરશે
    Next Article
    BSNLના એન્જિનિયરની સતર્કતાથી કોપર ચોરતી ગેંગ ઝડપાઇ:ટેલિફોન એક્સચેન્જ પાસે તસ્કરો જેસીબી અને ક્રેનથી કોપરના વાયરોની ચોરી કરતા ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment