Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં કેબલ-મોટર ચોરતી ગેંગના 10 ઝડપાયા:પાટણ LCBએ 11 ગુના ઉકેલ્યા, આરોપીઓએ 27 ચોરીની કબૂલાત કરી; 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત

    12 hours ago

    પાટણ એલસીબી પોલીસે વાડી વિસ્તારોમાંથી કેબલ અને ઇલેક્ટ્રિક મોટર ચોરતી આંતરજિલ્લા ગેંગનો ભેદ ઉકેલી 10 લોકોને પકડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી વાયર, રિક્ષા, મોટર અને મોબાઈલ સહિત કુલ 5,23,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી 11 નોંધાયેલા ગુના ઉકેલાયા છે અને અન્ય 16 ચોરીઓની કબૂલાત પણ મળી છે. ચોરીના સામાન સાથે ત્રણ રિક્ષાઓમાં આરોપીઓ ઝડપાયા પોલીસ પાટણ-ચાણસ્મા હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ત્રણ સીએનજી રિક્ષાઓ GJ.24.W.9809, GJ.24.W.9053 અને GJ.24.Y.0806ને રોકી તપાસ કરી. રિક્ષાઓમાંથી 10 લોકો ચોરીના કેબલ વાયર અને ઇલેક્ટ્રિક મોટર સાથે મળી આવ્યા.પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સીમ વિસ્તારો, બોર (ટ્યુબવેલ), સોલાર પ્લાન્ટ અને જીનિંગ મિલોમાંથી રાત્રિના સમયે રેકી કરતા હતા. પછી કટર વડે કેબલ કાપી ચોરી કરતા હતા. ત્રણ રિક્ષા, ચોરીના સામાન સહિત 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઘટનાસ્થળેથી 1,87,800 રૂપિયાની કિંમતનો 172 મીટર (51.5 કિલો) કેબલ વાયર, 3,00,000 રૂપિયાની કિંમતની 3 સીએનજી રિક્ષા, 5,000 રૂપિયાની કિંમતની 4 ઇલેક્ટ્રિક મોટર, 2 કટર, 1 લોખંડની કોંશ અને 30,500 રૂપિયાની કિંમતના 6 મોબાઈલ મળી કુલ 5,23,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ 16 ચોરીની કબૂલાત, 11 ગુનાના ભેદ ઉકેલાયા આ કાર્યવાહીથી ચાણસ્મા, રણુજ, બાલીસણા અને માણસા પોલીસ સ્ટેશનના કુલ 11 ગુના ઉકેલાયા છે. આ ઉપરાંત, વડાવલી, મંડલોપ, ખોરસમ, ખારીઘારીયાલ, પીંપળ, રૂપપુર, ભાટસર, બ્રાહ્મણવાડા, મોટપ, હારીજ અને બોરૂ ગામની સીમમાંથી થયેલી અન્ય 16 ચોરીઓનો પણ ભેદ ઉકેલાયો છે. તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે ચાણસ્મા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં વાયર રિપેરિંગ દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી:પાંચથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો, આજે મરામત બાદ પુરવઠો ફરી શરૂ કરાશે
    Next Article
    ટોટાણાથી શરૂ થયેલી ઓબીસી સમિતિની પદયાત્રા પાલનપુર પહોંચી:શિક્ષણ-રોજગારનો સંદેશ આપવા યાત્રા, અનામતનો લાભ જે સમાજોને મળવો જોઈએ તેને ન મળતો હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment