Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વાયર રિપેરિંગ દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી:પાંચથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો, આજે મરામત બાદ પુરવઠો ફરી શરૂ કરાશે

    12 hours ago

    હિંમતનગરમાં BSNLના વાયર રીપેરીંગના કામ દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે શહેરના પાંચથી વધુ વિસ્તારોમાં આજે સવારે પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. જે વિસ્તારોમાં પાણી આવ્યું ન હતું તેમાં ગાયત્રી મંદિર રોડથી ગોકુલનગર તરફના વિસ્તારો, તેમજ રેલવે ફાટક નજીકના ગંગોત્રી, રામનગર, ઇન્દ્રનગર અને ન્યુ મહાવીરનગરનો સમાવેશ થાય છે. પાલિકાના પુરવઠા વિભાગે માહિતી આપી હતી કે, રિલાયન્સ ટ્રેન્ડ્સ આગળ BSNL દ્વારા વાયર રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી. આ કામ દરમિયાન નગરપાલિકાની પાણી પુરવઠાની લાઈન ગઈકાલે તૂટી ગઈ હતી. પાઈપલાઈન તૂટવાને કારણે સવારે ખોદેલા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. ઓછા વરસાદ વચ્ચે પણ પાણી ઉભરાઈને રોડ પર વહી ગયું હતું, જેનાથી પાણીનો બગાડ થયો હતો. પાલિકાએ જણાવ્યું છે કે, આજે મરામતની કામગીરી પૂરી કરીને પીવાના પાણીનો પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં રોડ, ગટર અને સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરીને કારણે વારંવાર પાણીની લાઈનો તૂટતી રહે છે, જેનાથી લોકોને મુશ્કેલી પડે છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ધારાસભ્ય જગદીશ મકવાણાએ મુલાકાત લીધી:દર્દીઓને મળતી સારવાર, દવાઓ અને અન્ય સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી
    Next Article
    પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં કેબલ-મોટર ચોરતી ગેંગના 10 ઝડપાયા:પાટણ LCBએ 11 ગુના ઉકેલ્યા, આરોપીઓએ 27 ચોરીની કબૂલાત કરી; 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment