Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોટાણાથી શરૂ થયેલી ઓબીસી સમિતિની પદયાત્રા પાલનપુર પહોંચી:શિક્ષણ-રોજગારનો સંદેશ આપવા યાત્રા, અનામતનો લાભ જે સમાજોને મળવો જોઈએ તેને ન મળતો હોવાનો આક્ષેપ

    11 hours ago

    ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા ટોટાણા ગામથી શરૂ કરાયેલી પદયાત્રા પાલનપુરની રતનપુર ચોકડી ખાતે પહોંચી હતી. ભાદરવી પૂનમ મહામેળાના ચોથા દિવસે અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રીઓનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. સમિતિના તારક ઠાકોરે જણાવ્યું કે, 19 સપ્ટેમ્બર 2026ના રોજ ટોટાણા ગામથી પદયાત્રા શરૂ કરવામાં આવી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, મોટી સંખ્યામાં ઓબીસી સમાજના લોકો દર વર્ષે અંબાજી દર્શન માટે જાય છે, પરંતુ દર્શન કરીને પરત ફર્યા બાદ તેમના જીવનમાં કેટલો બદલાવ આવે છે? તેમણે કહ્યું કે અનેક પરિવારો પાસે ઘર, શિક્ષણ અને રોજગારની પૂરતી તકો નથી. અનામતનો લાભ જે સમાજોને મળવો જોઈએ ત્યાં સુધી તેનો પૂરતો લાભ પહોંચ્યો નથી, જ્યારે કેટલાક સમાજો તેનો વધુ લાભ લઈ રહ્યા હોવાનો તેમનો આક્ષેપ છે. તારક ઠાકોરે કહ્યું કે, પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ શ્રદ્ધા સાથે શિક્ષણ અને રોજગારનો સંદેશ આપવાનો છે. સરકાર સુધી આ મુદ્દો પહોંચાડવા આ પદયાત્રા યોજાઈ છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, હક નહીં મળે તો આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં લોકો ગાંધીનગર પહોંચીને વિધાનસભા ઘેરાવનું આહ્વાન કરશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં કેબલ-મોટર ચોરતી ગેંગના 10 ઝડપાયા:પાટણ LCBએ 11 ગુના ઉકેલ્યા, આરોપીઓએ 27 ચોરીની કબૂલાત કરી; 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું:હજુ 2 પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર, 14 કરોડ પરત કર્યાં; 24મીએ ગુજરાત યુનિવર્સિટી બંધનું NSUIનું એલાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment