Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ધો.10નું પરિણામ 92.85% જાહેર:ગત વર્ષની સરખામણીમાં 1.74 ટકાનો વધારો

    13 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર કેન્દ્રનું પરિણામ 92.85% નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીમાં 1.74% નો વધારો દર્શાવે છે. આ કેન્દ્રમાંથી કુલ 3046 વિદ્યાર્થીઓ પૈકી 3033 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વઢવાણ કેન્દ્રનું ધોરણ 10નું પરિણામ 90.02% જાહેર થયું છે, જ્યાં 1915 વિદ્યાર્થીઓમાંથી 1904 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શહેરની એસ.એન. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. પ્રિન્સી વરમોરાએ 99.98 પર્સેન્ટાઈલ રેન્ક (PR) સાથે રાજ્યમાં બીજો સ્થાન મેળવ્યું છે. ઈશા શાહએ 99.95 PR સાથે રાજ્યમાં પાંચમો અને ધ્રુમિલ જાદવએ 99.90 PR સાથે રાજ્યમાં દસમો નંબર પ્રાપ્ત કર્યો છે. હાથ વણાટનું કામ કરતા ગરીબ પરિવારના વિદ્યાર્થી રવિ સોલંકીએ અથાગ મહેનતથી A1 ગ્રેડ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. શાળાના અન્ય 60થી વધુ વિદ્યાર્થીઓએ પણ A1 ગ્રેડ મેળવી શાળા, પરિવાર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. A1 ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક સહિત પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા. રતનપરની દર્શન વિદ્યાલયે પણ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સોજીત્રા ઓમએ 99.99 PR સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે સુતરિયા શ્રેયાએ 99.98 PR સાથે રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શાળાના કુલ 35 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી જિલ્લા અને રાજ્યમાં અગ્રેસર રહ્યા છે. 100માંથી 100 માર્ક્સ મેળવનાર કુલ 15 વિદ્યાર્થીઓ છે, જ્યારે 90થી વધુ PR મેળવનાર 85 વિદ્યાર્થીઓ અને 80થી વધુ PR મેળવનાર 130 વિદ્યાર્થીઓ છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સુરેન્દ્રનગર શાખાએ પ્રથમ જ વર્ષે 100% પરિણામ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે. જેમાં ચાવડા યુવરાજએ ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ અને સોલંકી રોહનએ વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી વિશિષ્ટ સિદ્ધિ નોંધાવી છે. A1 ગ્રેડમાં ચાવડા યુવરાજ એન., સોલંકી રોહન એસ., વાઘેલા હર્ષદીપ જી., કઠિયા અર્જુન જે. અને પરમાર રુદ્રારાજ આર. એ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. કુલ વિદ્યાર્થીઓમાંથી અંદાજે 53% વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:11 KV ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ થશે
    Next Article
    થલતેજની યુવતીને લગ્નની લાલચ આપી TRB જવાનનું દુષ્કર્મ:મૈત્રી કરાર કર્યા બાદ પણ લગ્નનો ઈન્કાર કર્યો, વસ્ત્રાપુરની હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment