Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TRB જવાનને લાફો મારી પોલીસને ગાળો આપનાર બંને ભાઈઓની ધરપકડ:માથા વાઢવાની વાત કરનારે માફી માગીને કહ્યું- પોલીસ સાથે ઘર્ષણ ના કરતાં

    1 day ago

    રાજકોટ જામનગર રોડ પર ગઈકાલે(8 ઓગસ્ટ) શનિવારના રોજ ઘંટેશ્વર નજીક વાહન ચેકીંગ દરમિયાન ડબલ સવારી વાહન ચાલકને પોલીસે અટકાવતા ડોક્યુમેન્ટ બતાવવા ઇન્કાર કરી પોલીસ સાથે ગાળા ગાળી કરી તમારે અમને જવા જ દેવા પડશે મે કેટલીય પોલીસના માથા વાઢેલા છે, તમારા પણ માથા વાઢી નાખીશ અને તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાખીશ એવી ધમકી આપી TRB જવાનને લાફો મારી પોલીસ કર્મી ઉપર પથ્થર મારવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે PSI દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક બંને સગાભાઈ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'કોઇ કાગળો બતાવવાના થતા નથી તમારાથી થાય એ કરી લ્યો' રાજકોટના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા PSI દિનેશભાઇ પાલાભાઈ ગોહેલ ગઈકાલે સવારે 10થી 12 વાગ્યા સુધી ટ્રાફીક ડ્રાઇવ અનુસંધાને ઘંટેશ્વર ટી-પોઇન્ટ ઉપર હતા, દરમ્યાન 11 વાગ્યા આસપાસ ઘંટેશ્વર ગામ બાજુથી આવતા એક ડબલ સવારી વાહન ચાલકને રોકી ચેક કરતા જીજે.03.એચજે.0126ના ચાલકને પોતાના વાહનના કાગળો બતાવવાનુ કહી નામ પુછતા તેણે પોતાનુ નામ જયેશ ભીખાભાઈ મુછડીયા અને પાછળ બેઠેલ વ્યકતિનુ નામ પ્રવિણ ભીખાભાઈ મુછડીયા જણાવ્યુ હતું. પોલીસે ડોક્યુમેન્ટ માંગતા વાહન ચાલક એકદમ ઉગ્ર થઇ જોરજોરથી રાડો પાડવા લાગ્યો હતો અને કોઇ કાગળો બતાવવાના થતા નથી તમારાથી થાય એ કરી લ્યો કહ્યું હતું. TRB જવાનને લાફો મારીને પથ્થરમારાનો પ્રયાસ કર્યો હતો પ્રવિણ મુછડીયાએ કહ્યું કે, પોલીસથી કાઇ નહીં થાય હું પોલીસ ચોપડે ચડી ગયેલ માણસ છું. તમારે અમને જવા જ દેવા પડશે મે કેટલીય પોલીસના માથા વાઢેલા છે તમારા પણ માથા વાઢી નાખીશ અને તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાખીશ એવી ધમકી આપી અને પોલીસ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ પછી TRB દિપક છગનભાઇ રાઠોડને લાફો માર્યો હતો અને પ્રવિણ મુછડીયા રોડ ઉપર પથ્થર ઉપાડી હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહને મારવા જતા જયદિપસિંહ તેને રોકવા જતા આ પ્રવિણ મુંછડીયાએ જયદિપસિંહનો કાઠલો પકડી તેની સાથે જપાજપી કરી હતી. બંને સગાભાઈની ધરપકડ, માથા વાઢવાની વાત કરનારે માફી માગી બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસમાં પોલીસ સાથે ફરજ રુકાવટ કરી TRB જવાનને માર મારી, પોલીસ પર હુમલો કરવાના પ્રયાસ તેમજ મારી નાખવા ધમકી આપતા અંગે ફરિયાદ દાખલ થતાની ગણતરીની કલાકોમાં જ પોલીસે બંને આરોપી સગાભાઇઓ પ્રવિણ ભીખાભાઈ મુછડીયા અને જયેશ ભીખાભાઈ મુછડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માધાપરમાં દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો:LCBએ લાયસન્સ વગરનું હથિયાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી
    Next Article
    કાલાવડનો ગુમ યુવક 1 વર્ષે અમદાવાદથી મળ્યો:કાલાવડ પોલીસે ફેસબુક વીડિયોથી કડી મેળવી; ઓપરેશન મિલાપ હેઠળ પરિવાર સાથે મિલાપ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment