Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:ટોચના 10 ધનિક ઉમેદવારમાંથી ભાજપના 9: સીએ, ડોક્ટર, ઇજનેર, IIM પાસઆઉટ, 4 ચોપડી ભણેલા ચૂંટણી મેદાનમાં

    2 weeks ago

    મ્યુનિ.ની ચૂંટણીમાં 48 વોર્ડમાં 652 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ઉચ્ચ શિક્ષિત પણ છે અને નિરક્ષર પણ છે. ગોતામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૌમિક પાઠક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્જમેન્ટ (આઈઆઈએમ)માંથી એમબીએ થયેલા છે, તો ઘણા પીએચડી, એમબીબીએસ, સીએની ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં છે. કેટલાક ઉમેદવારોએ તો પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કર્યું નથી. એ જ રીતે સંપત્તિમાં પણ 10થી વધુ ઉમેદવારો કરોડપતિ છે, જેમાં ભાજપના 9 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ કરેલા સોગંદનામાંમાં આ વિગતો જાણવા મળી છે. થલતેજના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડના આસામી છે તો ઘાટલોડિયાનાં ભાજપનાં ઉમેદવાર જાગૃતિ પંડ્યાના બેંક ખાતામાં માત્ર રૂ.29 છે, પણ 15 તોલા સોનું અને એક કિલો ચાંદી છે. આ સિવાય પણ ઘણા ઉમેદવારોના ખાતામાં ગણતરીના રૂપિયા કે માત્ર હજારોની જ સંપત્તિ નોંધાઈ છે. એવા પણ ઉમેદવારો છે, જેમની પર કરોડોનું દેવું છે. બાપુનગરના ભાજપના ઉમેદવાર જયેન્દ્રસિંહ સેનગર પર રૂ.11.6 કરોડનું દેવું છે. પાલડી અને અમરાઈવાડીમાં ભાજપના ઉમેદવારો પાસે બેથી ત્રણ વૈભવી કાર મ્યુનિ.ની ચૂંટણીમાં ઊભા રહેલા કેટલાક ઉમેદવારો પાસે ખૂબ જ મોંઘી અને વૈભવી ગાડીઓ છે તો કોઈ ઉમેદવાર ભાડેથી રિક્ષા ફેરવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અમરાઈવાડીમાં ભાજપના ઉમેદવાર તેજેન્દ્ર ચૌહાણ પાસે રેન્જરોવર સ્પોર્ટ્સ કાર, જેગુઆર અને ઇનોવા હાઈક્રોસ છે. પાલડીમાં ભાજપના ઉમેદવાર સીએ જૈનિક વકીલ પાસે મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ કાર છે. અસારવાના ભાજપના ઉમેદવાર દશરથ પટણી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 109 કરોડના આસામી થલતેજના હિતેશ બારોટ, બાપુનગરના જયેન્દ્રસિંહને 11 કરોડનું દેવું ચૂંટણીમાં ઉમેદવારી માટે ગરીબ અને પૈસાદારનો ભેદ જોવાતો નથી. તમામ વોર્ડમાં અલગ અલગ મોભો ધરાવતા ઉમેદવારો મેદાનમાં છે. ઘણા ઉમેદવારો કરોડપતિ કે પછી કરોડોની જમીન ધરાવે છે. તો સામે રોજેરોજ કમાઈને ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો પણ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારોએ કરેલી એફિડેવિટમાં 20થી વધુ ઉમેદવારો એવા જોવા મળ્યા કે જેઓ ધોરણ 10 સુધી પણ ભણ્યા નથી. તો ઘણા ઉચ્ચ શિક્ષિત છે. બચત: સીએ જૈનિક વકીલના પીપીએફ ખાતામાં રૂ. 1.16 કરોડ પાલડીના ભાજપના ઉમેદવાર સીએ જૈનિક વકીલે ચૂંટણી પંચ સમક્ષ કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે પીપીએફ ખાતામાં 1.16 કરોડ, પત્નીના પીપીએફમાં 56 લાખ, પુત્રના પીપીએફ ખાતામાં 46 લાખ છે. ન ગાડી, ન બંગલો: કોંગ્રેસના શહેજાદ પઠાણના નામે કશું નથી ગત ટર્મમાં નેતા વિપક્ષ રહેલા શહેજાદખાન પઠાણે એફિડેવિટમાં પોતાની પાસે ગાડી અને ઘર ન હોવાનું જણાવ્યું છે. જોકે તેમણે બે બેંક ખાતાંમાં 9 લાખ અને દોઢ લાખ રોકડ બતાવી છે. ગન લાઇસન્સ: ઘાટલોડિયા, ગોતા, વેજલપુર, થલતેજના ભાજપનાં પાંચ ઉમેદવાર પાસે ગન લાઇસન્સ છે.
    Click here to Read More
    Previous Article
    કોન્ટ્રાક્ટરો સામે કમિશનર લાલઘૂમ:કામગીરી દરમિયાન લાઈનો તૂટશે તો 12 કલાકમાં રિપેર કરવી પડશે નહીં તો દંડ થશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:શહેરની 10 મહિલા ભજન મંડળી રૂ. 2 લાખ સુધીની બચત કરીને દર 6 મહિને જાત્રા કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment