Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:શહેરની 10 મહિલા ભજન મંડળી રૂ. 2 લાખ સુધીની બચત કરીને દર 6 મહિને જાત્રા કરે છે

    2 weeks ago

    અમદાવાદમાં આસ્થા, ભક્તિ અને વ્યવસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારની મહિલા ભજન મંડળીઓ માત્ર ભજન-કીર્તન સુધી મર્યાદિત ન રહેતાં નાનકડા સેવિંગ્સ ગ્રુપરૂપે પણ કાર્યરત છે. શહેરના નરોડા, મણિનગર, સેટેલાઇટ, ઘાટલોડિયા અને વસ્ત્રાલ જેવા વિસ્તારમાં અનેક મંડળી દર અઠવાડિયે ભેગી થાય છે. ભજન બાદ દરેક સભ્ય પોતાની ક્ષમતા મુજબ રૂ.100થી 500 સુધીની રકમ એકત્ર કરી યાત્રાનું આયોજન કરે છે. એકત્ર થયેલી આ રકમ 4થી 6 મહિના દરમિયાન રૂ. 50 હજારથી 2 લાખ સુધી પહોંચે છે, એ નાણાંથી સામૂહિક યાત્રાનું આયોજન થાય છે. વસ્ત્રાલ રાધે-રાધે ગ્રુપના કહેવા પ્રમાણે એક જરૂરિયાતમંદ બહેનને પુત્રીના લગ્ન માટે રૂ.25 હજારની સહાય કરી હતી. મંડળ યાત્રા સાથે સેવાકાર્યને પણ પ્રાથમિકતા આપીએ છીએ. વર્ષ દરમિયાન 70થી વધુ વાર વિવિધ સોસાયટીમાં ભજન અને આનંદના ગરબાનું આયોજન કરીએ છીએ. અમે ભજન સાથે બચત પણ કરીએ છીએ મણિનગરની જયશ્રી કૃષ્ણ મહિલા ભજન મંડળીનાં સભ્ય રમિલાબહેનના કહેવા પ્રમાણે, ‘દર ગુરુવારે ભજન કરીએ છીએ. દરેક બહેન રૂ.200થી 500 દક્ષિણા આપે છે. 6 મહિને એક વાર યાત્રાએ જઈએ છીએ, સાથે મંડળની કોઈ જરૂરિયાતમંદ બહેનને આર્થિક સહાય પણ કરીએ છે. અમારું મંડળ છેલ્લાં 15 વર્ષથી શહેરની વિવિધ સોસાયટી તથા સ્થળ પર ભજન-કીર્તન કરીએ છીએ.’ પૈસા કેવી રીતે ભેગા થાય છે? ભજન મંડળીનું ફંડિંગ મોડલ આ મંડળીઓ ભક્તિ સાથે આવક કરે છે નરોડા મહિલા ભજન ગ્રૂપ મણિનગર જય શ્રી કૃષ્ણ મંડળી સેટેલાઇટ સાકાર ભજન મંડળ વસ્ત્રાલ રાધે-રાધે ગ્રૂપ ઘાટલોડિયા સાઈ ભજન મંડળ બાપુનગર માતાજી ભજન મંડળ ચાંદખેડા હરિ ઓમ મંડળી નિકોલ શ્રી રામ ભજન ગ્રૂપ પાલડી શ્રીનાથજી મંડળ રાણીપ સત્સંગ ભજન મંડળી આ મંડળીઓ ભજન-કીર્તનથી થતી આવકમાંથી બચત કરે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસીસ:ટોચના 10 ધનિક ઉમેદવારમાંથી ભાજપના 9: સીએ, ડોક્ટર, ઇજનેર, IIM પાસઆઉટ, 4 ચોપડી ભણેલા ચૂંટણી મેદાનમાં
    Next Article
    ભાસ્કર વિશેષ:શહેરનું જિનશાસન ભક્તિ ટ્રસ્ટ વર્ષે 30 હજાર ધજા તૈયાર કરી 6 હજાર જેટલાં દેરાસરને નિ:શુલ્ક આપે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment