Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ:નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે, બેઝિક ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ; દીકરીઓએ ફરી બાજી મારી

    14 hours ago

    ગુજરાતમાં ધોરણ-10 એસ.એસ.સી. પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે, જેમાં કન્યાઓનું પરિણામ 88.28% રહી વિદ્યાર્થીઓ કરતાં આગળ રહ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રે 100% પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં 1,697 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન-2026માં ‘Best of Two’ પદ્ધતિ સાથે પૂરક પરીક્ષા યોજાશે. ધો-10નું રિઝલ્ટ વોટ્સએપથી પોતાની માર્કશીટ મેળવી શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશે. ઉપરાંત, આધુનિક સુવિધા હેઠળ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાની માર્કશીટ મેળવી શકશે. તે માટે 6357300971 નંબર પર પોતાના બેઠક ક્રમાંક મોકલવાથી પરિણામની નકલ પ્રાપ્ત થશે. ડિપ્લોમા પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે, 8મીથી રજિસ્ટ્રેશન શરૂ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ધોરણ 10 પછી ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આગામી 8 તારીખથી 19 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 21થી 26 જુલાઈ સુધી ફરીથી ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ https;//acpdc.gujarat.gov.in/ના માધ્યમથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 29 જૂનના પ્રિવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે. જે બાદ 29 જૂનથી 2 જુલાઈ સુધી મોકરાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કોર્ટે કહ્યું-ક્રુઝના પાયલટ અને સ્ટાફ સામે FIR થાય:જબલપુરમાં લોકોને ડૂબતા છોડીને ભાગ્યા; પોલીસે બે દિવસમાં રિપોર્ટ માંગ્યો
    Next Article
    છોટા ઉદેપુર જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 82.42%:ગત વર્ષ કરતાં 2.27%નો ઘટાડા સાથે છેલ્લા ત્રણ વર્ષનું સૌથી નબળું પ્રદર્શન, માત્ર 91 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment