Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 82.42%:ગત વર્ષ કરતાં 2.27%નો ઘટાડા સાથે છેલ્લા ત્રણ વર્ષનું સૌથી નબળું પ્રદર્શન, માત્ર 91 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ

    9 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. છોટા ઉદેપુર જિલ્લાનું આ વર્ષનું કુલ પરિણામ 82.42% નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીમાં 2.27% નો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે જિલ્લાના આ વર્ષના આંકડા છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછું પરિણામ સૂચવે છે. ત્રણ વર્ષની પરિણામની સરખામણી જિલ્લાના શૈક્ષણિક સ્તરમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024માં જિલ્લાનું પરિણામ 84.57% અને વર્ષ 2025માં 84.69% રહ્યું હતું. તેની સામે ચાલુ વર્ષે 2026માં પરિણામ ઘટીને 82.42% પર આવી ગયું છે. જિલ્લામાં કુલ 10,890 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 8,976 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે 1,914 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શક્યા નથી. પાવી જેતપુર મોખરે, છોટા ઉદેપુર સૌથી પાછળ જિલ્લામાં કેન્દ્રવાર પરિણામમાં મોટો તફાવત જોવા મળ્યો છે. પાવી જેતપુર કેન્દ્ર 94.34% પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યું છે. ગત વર્ષે આ કેન્દ્રનું પરિણામ 88.69% હતું, એટલે કે તેમાં 5.65% નો સુધારો નોંધાયો છે. બીજી તરફ, જિલ્લા મુખ્ય મથક છોટા ઉદેપુર કેન્દ્રનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અહીં સૌથી ઓછું 61.51% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષના 77.03% ની સરખામણીમાં 15.52% નો જંગી ઘટાડો દર્શાવે છે. ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા પરિણામમાં ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો કુલ 91 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અન્ય ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ 1,570 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે: A2 ગ્રેડ: 683 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ: 1,570 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ: 2,328 વિદ્યાર્થીઓ C1 ગ્રેડ: 2,435 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ: 1,671 વિદ્યાર્થીઓ D ગ્રેડ: 198 વિદ્યાર્થીઓ જિલ્લાના સરેરાશ પરિણામમાં થયેલા ઘટાડાને પગલે શિક્ષણ જગતમાં ચિંતા વ્યાપી છે, જોકે પાવી જેતપુર જેવા કેન્દ્રોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને જિલ્લાનું ગૌરવ જાળવી રાખ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ:નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે, બેઝિક ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ; દીકરીઓએ ફરી બાજી મારી
    Next Article
    Raja Shivaji Box Office Collection Day 5 Live Updates: Riteish Deshmukh’s film crosses Rs 50 crore in India; actor celebrates audience response

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment