Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ ધોરણ 10 પરિણામ જાહેર:76.42% પરિણામ સાથે જિલ્લો રાજ્યમાં સૌથી નબળું પ્રદર્શન

    15 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ સુધારો નોંધાયો હોવા છતાં, સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પંચમહાલ બન્યો છે. પરિણામમાં આંશિક સુધારો આ વર્ષે પંચમહાલ જિલ્લાનું કુલ પરિણામ 76.42% નોંધાયું છે. ગત વર્ષે જિલ્લાનું પરિણામ 73.60% હતું, જેની સરખામણીએ આ વર્ષે 2.82%નો વધારો જોવા મળ્યો છે. જિલ્લાના શૈક્ષણિક સ્તરમાં થયેલો આ સુધારો પ્રોત્સાહક છે, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓની તુલનામાં આ આંકડો ઘણો નીચો રહ્યો છે. રાજ્યમાં નબળો દેખાવ રાજ્યસ્તરે પરિણામની ટકાવારી જોતા પંચમહાલ જિલ્લો ફરી એકવાર નબળો સાબિત થયો છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લા તરીકે પંચમહાલનું નામ યાદીમાં અંતિમ ક્રમે રહ્યું છે. એક તરફ પરિણામની ટકાવારી વધી છે, તો બીજી તરફ રેન્કિંગમાં પાછળ રહેતા જિલ્લાના શિક્ષણ જગતમાં ચિંતા અને મંથનનો વિષય બન્યો છે. ગયા વર્ષ અને આ વર્ષની સ્થિતિ: 2024 (ગત વર્ષ): 73.60% 2025 (ચાલુ વર્ષ): 76.42% કુલ વધારો: 2.82% શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આ આંકડા બાદ હવે પંચમહાલ જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવા અને આગામી વર્ષોમાં રાજ્યના સરેરાશ પરિણામ સુધી પહોંચવા માટે વધુ સઘન પ્રયાસોની જરૂરિયાત વર્તાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત જિલ્લાનું ધો.10માં 86.4% પરિણામ:રત્નકલાકારોના સંતાનો ચમક્યાં, મોટિવેશનલ સ્પીકરનું પાવરફુલ રિઝલ્ટ, અસ્મયે 95% લાવી પિતાની યાદોને અંજલિ આપી
    Next Article
    ધોરણ 10ના પરિણામમાં મોરબી જિલ્લાનો દબદબો:89.13% પરિણામ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે, 1139 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment