Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 10ના પરિણામમાં મોરબી જિલ્લાનો દબદબો:89.13% પરિણામ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે, 1139 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

    16 hours ago

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં મોરબી જિલ્લાએ શાનદાર દેખાવ કર્યો છે. જિલ્લાનું કુલ પરિણામ 89.13% નોંધાયું છે, જેના કારણે મોરબી સમગ્ર રાજ્યમાં ત્રીજા સ્થાને રહ્યું છે. નોંધનીય છે કે ગુજરાત બોર્ડનું રાજ્યનું સરેરાશ પરિણામ 83.86% રહ્યું છે, જેની સરખામણીએ મોરબીનું પરિણામ ઘણું ઊંચું છે. ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સિદ્ધિ આ વર્ષે મોરબી જિલ્લામાં કુલ 12,300 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 12,166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગ્રેડ મુજબ પરિણામ પર નજર કરીએ તો, કુલ 1,139 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે 2,034 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અન્ય ગ્રેડમાં 2,260 વિદ્યાર્થીઓએ B-1, 2,336 વિદ્યાર્થીઓએ B-2, 1,967 વિદ્યાર્થીઓએ C-1 અને 1,023 વિદ્યાર્થીઓએ C-2 ગ્રેડ મેળવ્યો છે. શાળાઓના પરિણામમાં નોંધપાત્ર સુધારો જિલ્લાની શાળાઓના પ્રદર્શનમાં પણ ઉત્તરોત્તર સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે મોરબીની 43 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, જે ગત વર્ષની 33 શાળાઓની સરખામણીએ 10 વધુ છે. આ ઉપરાંત 77 શાળાઓએ 99%, 36 શાળાઓએ 90%, 23 શાળાઓએ 80% અને 16 શાળાઓએ 70% પરિણામ નોંધાવ્યું છે. જોકે, 30% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત વર્ષની જેમ આ વર્ષે પણ 2 રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત વધતી પ્રગતિ મોરબી જિલ્લો છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ 10ના પરિણામમાં સતત પ્રગતિ કરી રહ્યો છે. વર્ષ 2024માં જિલ્લાનું પરિણામ 85.60% હતું, જે વર્ષ 2025માં વધીને 88.78% થયું હતું અને હવે વર્ષ 2026માં તે વધીને 89.13% સુધી પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો સતત ચોથા વર્ષે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. ધોરણ 10ના પરિણામમાં પણ ગત વર્ષની સરખામણીએ સુધારો થયો છે અને રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવીને જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ ધોરણ 10 પરિણામ જાહેર:76.42% પરિણામ સાથે જિલ્લો રાજ્યમાં સૌથી નબળું પ્રદર્શન
    Next Article
    મહેસાણા જિલ્લાનું ધો.10નું સતત ત્રીજા વર્ષે ઝળહળતું પરિણામ:આ વર્ષે 88.14% સાથે નોંધપાત્ર પ્રગતિ; 1,139 વિદ્યાર્થીએ 'A1' ગ્રેડ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment