Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:અડાલજથી વૈષ્ણોદેવી વચ્ચે 10 કિમીમાં 7 સમાજનાં ભવનો બનશે

    2 days ago

    વૈષ્ણોદેવી વિસ્તારને એજ્યુકેશન હબ તરીકે જાહેર કરવા માટે 6 પ્રમુખ સમાજ પોતાના ભવન તૈયાર કરી રહ્યા છે. વૈષ્ણોદેવીથી અડાલજ સુધીના 10 કિલોમીટરમાં 6 મોટા ભવન તૈયાર થઈ રહ્યા છે. વર્ષ 2028 સુધીમાં આશરે 1 હજાર કરોડમાં આ તમામ ભવનો તૈયાર થશે, જેમાં અભ્યાસને લઈને સમાજની સ્કૂલો, કોલેજો, ભવનની સાથે તાલીમ સેન્ટરના હેતુથી આ તમામ ભવન બનશે. અડાલજમાં સૌથી મોટું ભવન આંજણા ચૌધરી સમાજનું ત્યારે સૌથી ઊંચું પ્રજાપતિ સમાજનું ભવન તૈયાર થશે. અડાલજ એ અમદાવાદ, ગાંધીનગર, તેમ જ ઉત્તર ગુજરાતથી સેન્ટરમાં પડતું હોવાના લીધે અગ્રણી તમામ સમાજ પોતાના ભવન તૈયાર કરે છે. ચૌધરી સમાજ ભવન: 300 કરોડ ખર્ચ પહેલી વાર દેશના તમામ જાટ, આંજણા અને ચૌધરી સમાજના વિદ્યાર્થીઓને એથલીટની તૈયારીઓ તેમ જ સરકારી પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે 300 કરોડના ખર્ચે આ ભવન માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવશે. અભ્યાસની સાથે શારીરિક સક્ષમતાની પણ તાલીમ આપવામાં આવશે. (ઉપપ્રમુખ: નાનજી ચૌધરી) પ્રજાપતિ સમાજ ભવન: 250 કરોડ ખર્ચ પ્રજાપતિ સમાજના સૌથી વધારે વસ્તી ઉત્તર ગુજરાત તેમ જ અમદાવાદમાં રહેતી હોવાથી અડાલજમાં ભવન બનવાનું નક્કી કરાયું, સાથે સાથે પહેલીવાર માત્ર સમાજની દીકરીઓ માટે કોલેજોનું નિર્માણ કરાશે. તમામ વિદ્યાર્થીઓ માટે એક પણ રૂપિયાનું ટોકન કે ફી લેવામાં આવશે નહીં. ભવન-હોસ્ટેલની સાથે કોલેજોનું નિર્માણ કરાશે. સમાજના એક સાથે 500થી વધારે વિદ્યાર્થીઓને ઉતારો આપવામાં આવશે. (પ્રમુખ: અનિલ પ્રજાપતિ) ઠાકોર સમાજ ભવન: 35 કરોડ ખર્ચ ગાંધીનગર તેમ જ અડાલજમાં ઠાકોર સમાજની વસ્તી વધુ હોવાના કારણે, તેમ જ સમાજના વિદ્યાર્થીઓનું ઓછું ભણતર હોવાના લીધે અડાલજમાં ભવનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અડાલજની સાથે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું ભવન તૈયાર કરાશે. રબારી સમાજ ભવન: 65 કરોડ ખર્ચ વૈષ્ણો દેવી સર્કલ ખાતે અંતિમ 2 વર્ષથી સમાજ દ્વારા રેક્ટ ભવન તૈયાર કરાય છે, આ ભવન 8 માળ ઊંચું હશે. ગાંધીનગર, અમદાવાદ અને ઉત્તર ગુજરાત જવા માટે સેન્ટર પડતું હોવાથી સમાજના અગ્રણીઓ દ્વારા ભવન બનાવવાનું નક્કી કરાયું છે. સમાજના વિદ્યાર્થીઓ માટે હાલ નાનું સેન્ટર ચાલુ છે. ભવન માટે સમાજના અગ્રણીઓએ દાનમાં જમીન આપી છે. (પ્રમુખ: મુકેશભાઈ રબારી ભાંડુ) પાટીદાર સમાજ ભવન: 150 કરોડ ખર્ચ સરદાર ધામ સંસ્થા અંતિમ 10 વર્ષથી સમાજના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે. વૈષ્ણોદેવી સર્કલમાં સમાજની દીકરીઓ માટે માત્ર 1 રૂપિયાના ટોકનમાં 14 માળ ઊંચું ભવન તૈયાર કર્યું છે. આ સંસ્થા માત્ર સમાજની દીકરીઓ માટે કાર્ય કરે છે, જેમાં સરકારી તાલીમ ઉપર ફોકસ કરે છે. 100થી વધુ અગ્રણીઓ આ ભવન માટે સેવા આપી રહ્યા છે. સંસ્થા દ્વારા 5 વર્ષ પહેલા પણ મહિલા ભવનનું ફેઝ વન તૈયાર કરાયું હતું. (પ્રમુખ: ગગજી સુતરીયા) પટેલ સમાજ ભવન: 2 હજાર કરોડ ખર્ચ વિશ્વ ઉમિયા ધામ માત્ર પાટીદાર સમાજની સાથે સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે. અડાલજના જાસપુરમાં સૌથી મોટા ભવનની સાથે તમામ સમાજના વિદ્યાર્થીઓને આ ભવનમાં સ્થાન આપવામાં આવશે. તેમ જ દેશ ભરના પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને આ ભવનમાં ઉતારો અપાશે. (પ્રમુખ: આરપી પટેલ) મોદી સમાજ ભવન: 30 કરોડ ખર્ચ મોદી સમાજની વૈષ્ણોદેવીમાં મહિલા ભવન તૈયાર કરી રહી છે, આ પ્રકારનું મહિલા ભવન પહેલીવાર તૈયાર થઈ રહ્યું છે. આ ભવનમાં વિધવા, નિરાધાર તેમ જ સમાજની દીકરીઓને ઉતારો આપવામાં આવશે. ભવનમાં ઓછા દરે ઉતારોની વ્યવસ્થા કરાઇ છે. (પ્રમુખ: દિલીપ મોદી)
    Click here to Read More
    Previous Article
    કાનપુર-લખનઉ સેક્શનમાં મેગા ટ્રાફિક બ્લોક:અમદાવાદ-દરભંગા અને સાબરમતી મુજફ્ફરપુર ટ્રેનના રૂટમાં ફેરફાર
    Next Article
    વાલોડના ખેડૂતનો ખેતીમાં પણ AI નો ઉપયોગ:પાકમાં સંભવિત રોગ, હવામાં ભેજ, વાતાવરણની આગોતરી જાણકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment