Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાનપુર-લખનઉ સેક્શનમાં મેગા ટ્રાફિક બ્લોક:અમદાવાદ-દરભંગા અને સાબરમતી મુજફ્ફરપુર ટ્રેનના રૂટમાં ફેરફાર

    2 days ago

    ઉત્તર રેલવેના કાનપુર-લખનઉ સેક્શનમાં બ્રિજ પર ચાલી રહેલી કામગીરીને કારણે 2 એપ્રિલથી 13 મે સુધી રેલવે દ્વારા મેગા ટ્રાફિક અને પાવર બ્લોક લેવાયો છે. આ બ્લોકને પગલે અમદાવાદથી સંચાલિત થતી બે ટ્રેનોના માર્ગમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ હવે કાનપુરથી પ્રયાગરાજ, પં. દીનદયાળ ઉપાધ્યાય અને પાટલીપુત્ર માર્ગે દોડશે, જેથી આ ટ્રેન લખનઉ, અયોધ્યા કેન્ટ, શાહગંજ અને છપરા સ્ટેશનો પર નહીં જાય. તે જ રીતે ટ્રેન નંબર 15270 સાબરમતી-મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ પણ આ સમય દરમિયાન લખનઉ, ગોંડા, બસ્તી, ખલીદાબાદ, ગોરખપુર, દેવરિયા સદર, ભટની, સીવાન અને છપરા સ્ટેશનો પર નહીં જાય. કેટલાક પેસેન્જરે કન્ફર્મ ટિકિટ હોવા છતાંય કેન્સલ કરવી પડશે રૂટ બદલાતા મહત્ત્વનાં સ્ટેશનો પરથી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નહીં થાય, જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ હોવા છતાં યાત્રાના પ્લાનમાં ફેરફાર કરવો પડશે, જેમાં કેટલાકે કન્ફર્મ ટિકિટ હોવા છતાં રદ કરાવવી પડશે અથવા અન્ય સ્ટેશન પર ઊતરતા મુસાફરી સમયમાં વધારો થવાની પણ શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રીઢો ચોર ઝડપાયો:એસી કોચમાં જ ચોરી કરનારો ઝડપાયો, સાત ગુના ઉકેલાયા
    Next Article
    મંડે પોઝિટીવ:અડાલજથી વૈષ્ણોદેવી વચ્ચે 10 કિમીમાં 7 સમાજનાં ભવનો બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment