Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી ન્યૂઝ ચેનલના માલિકની ઓળખ આપી 10 લાખની ખંડણી માંગી:દારૂના કેસમાંથી મિત્રનું નામ કઢાવી આપવાના બહાને પૈસા માગી વેપારીને ધમકી આપી, પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડ મેળવ્યાં

    9 hours ago

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ગામના શેરબજારના વેપારી ભાવિન લીંબાચીયા પાસેથી ખાનગી ન્યૂઝ ચેનલના માલિક તરીકે ઓળખ આપનાર મોન્ટુ કેબલ ઉર્ફે મનોહરસિંહ ચૌહાણે રૂ. 10 લાખની ખંડણી માંગી હતી. દારૂના કેસમાંથી મિત્રનું નામ કઢાવી આપવાના બહાને આ ખંડણી માંગવામાં આવી હતી. વેપારીએ પૈસા આપવાનો ઇનકાર કરતા, આરોપીએ તેમને POCSO જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવાની અને પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચીખલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો પ્રારંભ આશરે 15-20 દિવસ પહેલા થયો હતો. તે સમયે ભાવિનના મિત્ર અંકુર ઠાકોરનું વાહન સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં જપ્ત થયું હતું. અંકુરે આ કેસમાંથી પોતાનું નામ કઢાવવા માટે ભાવિનની મદદ માંગી હતી. ભાવિને આ માટે નવસારીના તેમના મિત્ર ધર્મેશ અમીનનો સંપર્ક કર્યો, જેના મારફતે તેઓ મોન્ટુ કેબલના સંપર્કમાં આવ્યા. એક હોટલ પર થયેલી બેઠકમાં મોન્ટુ કેબલે અંકુરનું નામ કેસમાંથી કઢાવી આપવાની ખાતરી આપી હતી. જોકે, તેણે આ કામ માટે રૂ. 35 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું. ભાવિને આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવતા, મોન્ટુએ રકમ ઘટાડીને છેલ્લે રૂ. 10 લાખ નક્કી કર્યા. અંકુરે સમય માંગતા, મોન્ટુએ બે-ત્રણ દિવસમાં પ્રથમ હપ્તા પેટે રૂ. 5 લાખ અને ત્યારપછી બાકીના રૂ. 5 લાખ આપવા જણાવ્યું હતું. થોડા દિવસો બાદ મોન્ટુએ ભાવિનને રૂ. 5 લાખ લઈને સુરતના સોસયો સર્કલ નજીક બોલાવ્યા. ભાવિન તેમના મિત્રો સાગર અને હેનીલ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે મોન્ટુ તેમને એક ઓફિસ પાસે લઈ ગયો. ત્યાં તેણે ભાવિનને કહ્યું કે, "તું અત્યારે 5 લાખ આપી દે જેથી તારું નામ આ કેસમાં ન આવે." ભાવિને સ્પષ્ટતા કરી કે તેમને દારૂના ધંધા સાથે કોઈ લેવા-દેવા નથી અને તેઓ માત્ર મિત્ર માટે વચ્ચે પડ્યા છે. આ સાંભળી મોન્ટુ કેબલ ઉશ્કેરાઈ ગયો. તેણે ભાવિનને POCSO કેસમાં ફસાવી દેવાની, વરઘોડો કાઢવાની અને પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ધમકીઓ બાદ ભાવિને ચીખલી પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મોન્ટુ કેબલ ઉર્ફે મનોહરસિંહ ચૌહાણની ધરપકડ કરી. તેને કોર્ટમાં રજૂ કરતા પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આરોપીએ ધમકી આપી હતી કે, જો તું પૈસા નહીં આપે તો તારું નામ તો આવી જ જશે. મારું પોલીસમાં ખૂબ જ સારું ચાલે છે. અગાઉ આ કેસમાં અસીમ નામનો વ્યક્તિ ન હોવા છતાં તેનું નામ ખોલાવીને ખેડબ્રહ્મા/ખેરગામમાં તેનો વરઘોડો કઢાવ્યો હતો. તને પણ પોક્સો જેવા ગંભીર ગુનામાં ફસાવી દઈ તારો વરઘોડો કઢાવીશ. તને અને તારા પરિવારને પતાવી દેવાની પણ મારી તાકાત છે. આરોપી સુરતમાં રહે છે અને પોલીસપુત્ર છે તેના નામે સુરતમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં અનેક ગુના નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરે પૂર્ણિમા પર્વની ઉજવણી:સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું- યુવાનોનું જીવન સંસ્કારોથી સમૃદ્ધ હોવું જોઈએ
    Next Article
    વેરાવળ શહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા:રૂ. 18,020નો મુદ્દામાલ જપ્ત; સિટી પોલીસે ફરાર વોરંટધારક આરોપીને ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment