Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરે પૂર્ણિમા પર્વની ઉજવણી:સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું- યુવાનોનું જીવન સંસ્કારોથી સમૃદ્ધ હોવું જોઈએ

    10 hours ago

    હિરાપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ ખાતે જેઠ માસની પૂર્ણિમા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની અંતર્ધાન તિથિ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ ધ્યાન, ભજન અને સમૂહ આરતીનો લાભ લીધો હતો. આ અવસરે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, આજનો યુવાન દેશ અને સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે. જોકે, તેમનું જીવન માત્ર આધુનિકતાથી નહીં, પરંતુ સંસ્કારોથી પણ સમૃદ્ધ હોવું અત્યંત જરૂરી છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે યુવાનીનું સાચું સૌંદર્ય નીતિમય અને ચારિત્ર્યવાન જીવનમાં રહેલું છે. ભગવાન અને ગુરુની આજ્ઞા અનુસાર જીવન જીવવામાં જ સાચી સફળતા સમાયેલી છે. તેમણે યુવાનોને વ્યસનોથી દૂર રહેવાની પ્રેરણા આપતા કહ્યું કે વ્યસનો ક્ષણિક આનંદ આપે છે, પરંતુ તે જીવન, પરિવાર અને ભવિષ્યને બરબાદ કરી નાખે છે. તેથી દરેક યુવાને વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ. તેમણે યુવાનોને નિત્ય તિલક-ચાંદલો કરીને ભગવાન પ્રત્યેની ઓળખ અને શ્રદ્ધા જીવંત રાખવા જણાવ્યું. રોજ મંદિરે જઈને દર્શન, પ્રાર્થના અને ભજન કરવાથી મનને શાંતિ અને જીવનને યોગ્ય દિશા મળે છે. દર રવિવારે રવિસભામાં નિયમિત ઉપસ્થિત રહેવાથી સત્સંગ, સંસ્કાર અને સદ્વિચારોનું પોષણ થાય છે. સંતોના સમાગમનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે તે જીવનને નવી દૃષ્ટિ, પ્રેરણા અને સાચો માર્ગ પૂરો પાડે છે. સારા મિત્રો, સકારાત્મક વિચારો અને ઉત્તમ સંસ્કારો યુવાનીને ઉજ્જવળ બનાવે છે. જે યુવાન ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવન જીવે છે, તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરતો નથી. સાધુ પ્રેમવત્સલદાસજીએ સંયમ, સેવા, સદાચાર અને સત્સંગને યુવાનીના સાચા આભૂષણો ગણાવ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજનો સંસ્કારી અને આધ્યાત્મિક યુવાન જ આવતીકાલના આદર્શ પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આથી, દરેક યુવાને જીવનમાં ધર્મ, ભક્તિ, નીતિ અને સંસ્કારોને સર્વોચ્ચ સ્થાન આપીને આદર્શ જીવન જીવવાનો દૃઢ નિશ્ચય કરવો જોઈએ. સભાના અંતે સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજીએ ઉપસ્થિત સૌ ભક્તોને દિવ્ય આશીર્વાદ પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.2% અને PPF પર 7.1% વ્યાજ મળશે:સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, સતત 10મી વખત વ્યાજ દર સ્થિર
    Next Article
    ખાનગી ન્યૂઝ ચેનલના માલિકની ઓળખ આપી 10 લાખની ખંડણી માંગી:દારૂના કેસમાંથી મિત્રનું નામ કઢાવી આપવાના બહાને પૈસા માગી વેપારીને ધમકી આપી, પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડ મેળવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment