Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ શહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા:રૂ. 18,020નો મુદ્દામાલ જપ્ત; સિટી પોલીસે ફરાર વોરંટધારક આરોપીને ઝડપી પાડ્યો

    8 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે, વેરાવળ સિટી પોલીસે એક જ દિવસમાં બે મોટી સફળતાઓ મેળવી છે. પોલીસે બે મહિનાથી ફરાર સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોની ધરપકડ કરી છે. વેરાવળ શહેરમાં જુગારની પ્રવૃત્તિ અંગે મળેલી બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડે ભીડીયા વિસ્તારમાં ખાનગી કંપની સામે ડુંગળીના ડેલા પાસે દરોડો પાડ્યો હતો. આ સ્થળે જાહેરમાં ગંજીપત્તાથી 'તીનપત્તી રોન પોલીસ' નામનો જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી મહેશ પદમશી કુહાડા, સની મહેશ કોટીયા, પિન્ટુ તિલક સોલંકી, અંકુશ કિશન સોલંકી, મિતેશ મેધજી પંજરી અને રમેશ નાથા મકવાણા સહિત છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂ. 18,020 અને ગંજીપત્તાના પાના કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર પ્રતિબંધક કાયદાની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એન. ગઢવી અને એમ.જી. પટેલની ટીમે ફેમિલી કોર્ટ, કેશોદના કેસ નં. 129/2026 મુજબ બે મહિનાથી ફરાર ભીખા જગાલ ચુડાસમાને વેરાવળમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરાયો છે. જિલ્લા પોલીસ દ્વારા ફરાર આરોપીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ સફળતા દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    ખાનગી ન્યૂઝ ચેનલના માલિકની ઓળખ આપી 10 લાખની ખંડણી માંગી:દારૂના કેસમાંથી મિત્રનું નામ કઢાવી આપવાના બહાને પૈસા માગી વેપારીને ધમકી આપી, પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડ મેળવ્યાં
    Next Article
    मंदिर में डकैती पर सवाल करने वाला रामद्रोही कैसे हो गया? चंपत को बचाने वाले क्या हैं?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment