Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિઠ્ઠલગામમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા:પોલીસે રૂ. 57,760ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી કરી

    15 hours ago

    વાલિયા પોલીસે વિઠ્ઠલગામમાં જુગારના અડ્ડા પર દરોડો પાડી 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 57,760નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીએ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે જુદી જુદી ટીમો બનાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. ડોડિયા અને તેમની ટીમને હેડ કોન્સ્ટેબલ દેવજી સિંગાભાઈ મારફતે બાતમી મળી હતી. બાતમી મુજબ, વિઠ્ઠલગામ ખાતે રોડની બાજુમાં આવેલી એક ઓરડીની બહાર કેટલાક લોકો ગંજીપાનાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 10 ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 12,760ની રોકડ રકમ, રૂ. 10,000ની કિંમતના બે મોબાઇલ ફોન, રૂ. 35,000ની કિંમતનું એક પેશન પ્રો મોટરસાયકલ અને જુગાર રમવાના અન્ય સાધનો સહિત કુલ રૂ. 57,760નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે વાલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ 10 આરોપીઓ સામે જુગારધારાની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના દંતેશ્વર તળાવમાં કૂદી સલૂન સંચાલકે જીવન ટૂંકાવ્યું:ફાયરબ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો, અંગત કારણોસર પગલું ભર્યાની ચર્ચા
    Next Article
    મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એક્શનમાં:રાજકોટમાં મનપાનાં આરોગ્ય વિભાગની 162 ટીમોનું મહાઅભિયાન, આજથી 31 ઓગસ્ટ સુધી ઘરે-ઘરે તપાસ કરી મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment