Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એક્શનમાં:રાજકોટમાં મનપાનાં આરોગ્ય વિભાગની 162 ટીમોનું મહાઅભિયાન, આજથી 31 ઓગસ્ટ સુધી ઘરે-ઘરે તપાસ કરી મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાશે

    14 hours ago

    રાજકોટમાં ગત જુલાઈ માસ દરમિયાન શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મોસમી તથા વાહકજન્ય રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. ચોમાસાની વર્તમાન ઋતુમાં ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઝડપથી વધી રહ્યા છે, જેને પગલે રોગચાળો વધુ ન વકરે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તાત્કાલિક એક્શન મોડમાં આવી છે. જેમાં વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રિત કરવા અને મચ્છર ઉત્પત્તિના સ્થાનોનો સ્થળ પર જ નાશ કરવાના હેતુથી RMC દ્વારા ખાસ 'વન-ડે-વન-વોર્ડ' ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ઓગસ્ટ માસ દરમિયાન 160થી વધુ ટીમો ઘરો, શાળા, બાંધકામ સાઇટ, હોટેલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓ સહિતના સ્થળે ભરાયેલા પાણીની ચકાસણી કરશે. જ્યાં મચ્છર ઉત્પત્તિ માલૂમ પડશે તો નોટિસ અને પેનલ્ટી સહિતની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જુલાઈ માસ દરમિયાન મોસમી અને વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં શહેરમાં કુલ 8331 કેસ નોંધાયા હતા, જેમાં શરદી-ઉધરસના 3447 કેસ, સામાન્ય તાવના 3481 કેસ, ઝાડા-ઉલટીના 1364 કેસ, ટાઈફોઈડના 4 કેસ, કમળાના 3 કેસ, ડેન્ગ્યુના 1 અને મેલેરિયાના 1 કેસનો સમાવેશ થાય છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કુલ 1741 કેસ (શરદી-ઉધરસ 719, તાવ 764, ઝાડા-ઉલટી 258) નોંધાયા હતા. બીજા સપ્તાહમાં કેસ વધીને 2133 (શરદી-ઉધરસ 932, તાવ 906, ઝાડા-ઉલટી 292, ટાઈફોઈડ 1, કમળા 2) થયા હતા. ત્રીજા સપ્તાહમાં 2058 કેસ (શરદી-ઉધરસ 878, તાવ 839, ઝાડા-ઉલટી 338, ટાઈફોઈડ 3) અને અંતિમ સપ્તાહમાં કેસનો આંકડો 2399 (શરદી-ઉધરસ 948, તાવ 972, ઝાડા-ઉલટી 476, કમળા 1, મેલેરિયા 1, ડેન્ગ્યુ 1) સુધી પહોંચી ગયો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો વધવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધી જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટેની ખાસ 'વન-ડે-વન-વોર્ડ' ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. વાહજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે આ ઝુંબેશ અંતર્ગત શહેરના તમામ 18 વોર્ડની મુખ્ય ઓફિસ પરથી સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ દરરોજ એક વોર્ડમાં આરોગ્ય વિભાગની તમામ ટીમો સંયુક્ત રીતે કામગીરી કરશે. આ સમગ્ર અભિયાનમાં 518 અર્બન ASHA, 114 MPHW અને 40 મેલેરિયા ફિલ્ડ વર્કર સહિત સરેરાશ 162 ટીમો એક સાથે એક જ વોર્ડમાં રોગચાળા નિયંત્રણ માટે ટીમ વર્કના આધારે કામગીરી કરશે. ઝુંબેશ દરમિયાન ઘરની અંદર અને આસપાસના પાણીના ટાંકા, ટાંકી, બેરલ, કુંડી અને પક્ષીકુંજ જેવા પાત્રો ચકાસી પોરાનાશક કામગીરી કરવામાં આવશે, લાર્વીસાઇડનો છંટકાવ કરાશે તેમજ બિનજરૂરી ભંગારનો નાશ કરાવવામાં આવશે. આ ઉપરાંત ખાડા-ખાબોચિયાં કે પાણી ભરાયેલા વિસ્તારોમાં દવા કે ઓઇલ છંટકાવની પેરાડોમેસ્ટિક કામગીરી હાથ ધરાશે. મોટા ખુલ્લા પાણીના સ્ત્રોતોમાં બાયોલોજીકલ કંટ્રોલ અન્વયે પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવશે. રહેણાંક ઉપરાંત શાળા, બાંધકામ સાઇટ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ જેવી બિન-રહેણાંક પ્રિમાઇસીસની મુલાકાત લઇને તપાસ કરવામાં આવશે અને મચ્છર ઉત્પત્તિ જણાશે તો નોટિસ તથા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વોર્ડ નંબર 2માં ચાલતી આ કામગીરી વચ્ચે મલેરિયા વિભાગના અધિકારી વૈશાલી રાઠોડે જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધે છે. આથી ઓગસ્ટ માસ દરમિયાન આખા રાજકોટના તમામ 18 વોર્ડમાં 'વન-ડે-વન-વોર્ડ' ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં 160થી વધુ ટીમો એકસાથે ઘરો, ટાંકી, પક્ષીકુંજ, ટાયર કે અગાસીમાં ભરાયેલા પાણીની તપાસ કરી મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં મોટી-મોટી હોટેલ-રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ પણ નોટિસ અને પેનલ્ટી સહિતની કાર્યવાહી કરાઇ રહી છે. તેમણે નાગરિકોને પણ પોતાના ઘરમાં સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય ટીમોને સહયોગ આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિઠ્ઠલગામમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા:પોલીસે રૂ. 57,760ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી કરી
    Next Article
    Stock Surges 15%: Restaurant Brands Share Price Gains As Q1 Net Loss Narrows

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment