Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુમ થયેલા 10 મોબાઇલ માલિકોને પરત સોંપાયા:માધવપુર પોલીસે “તેરા તુજકો અર્પણ” હેઠળ રૂ. 5.41 લાખના ફોન શોધી કાઢ્યા

    1 day ago

    પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 10 મોબાઇલ ફોન શોધી કાઢી તેમના માલિકોને પરત કર્યા છે. આ ફોનની કુલ અંદાજિત કિંમત ₹5,41,386 થાય છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંચારસાથી CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી આ ગુમ થયેલા ફોન ટ્રેસ કરવામાં સફળતા મેળવી હતી. શોધી કાઢવામાં આવેલા મોબાઇલ ફોન “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ દરમિયાન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. મોબાઇલ મેળવનાર લાભાર્થીઓમાં નાથાભાઈ વેજાભાઈ ઉલવા, નવનીતરાય ગુણવંતરાય જોશી, કાજલબેન શૈલેષભાઈ ભુવા, અશોકભાઈ જોશી, કરણ ભોજાભાઈ ઓડેદરા, ઉમંગ તોગડિયા, સોમીબેન હીરાભાઈ વાઢેર, કરગટિયા હેમંતભાઈ હરમણભાઈ અને ચૌહાણ નથુભાઈ પુંજાભાઈનો સમાવેશ થાય છે. મોબાઇલ પરત મળતાં અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. માધવપુર પોલીસ દ્વારા ટેક્નોલોજી આધારિત તપાસ અને સતત મોનિટરિંગ દ્વારા ગુમ થયેલા મોબાઇલ શોધી લોકોમાં વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે "પોલીસ પ્રજાની મિત્ર છે" સૂત્રને સાર્થક કરે છે.
    Click here to Read More
    Previous Article
    ખોખરામાં નાની ચાલીની રૂમમાં બેસી અમેરિકન નાગરિકોને ખંખેરતા:ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા બે શખ્સો ઝડપાયા, ત્રણ આઈફોન સહિત ચાર ફોન મળી આવ્યા
    Next Article
    અપહરણના ગુનામાં આરોપી ઝડપાયો:17 વર્ષની સગીરાનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment