Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોખરામાં નાની ચાલીની રૂમમાં બેસી અમેરિકન નાગરિકોને ખંખેરતા:ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા બે શખ્સો ઝડપાયા, ત્રણ આઈફોન સહિત ચાર ફોન મળી આવ્યા

    1 day ago

    નાગરિકોને ખોટા નામે ફોન કરીને લોન અપાવવાની લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ પૈસા પડાવતા ગેરકાયદેસર કોલ સેન્ટર હવે સામાન્ય બાબત બની ગઈ છે. ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવા માટે હવે મોટી ઓફિસો નહીં પરંતુ નાની ચાલી અને ઝુંપડા જેવા મકાનોમાં પણ કોલ સેન્ટરો શરૂ થઈ ગયા છે. ઝોન 5 એલસીબીની ટીમે શહેરના ખોખરા વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ચાલીના મકાનમાં રહે છે અને ઘરે બેઠા તેઓ કોલ સેન્ટર ચલાવતા હતા. લોન આપવાના બહાને જુદા જુદા લાલચ અને વિશ્વાસ આપી છેતરપિંડી કરતા હતા. બંને આરોપી પાસેથી પોલીસે મોંઘા આઇફોન અને લેપટોપ સહિતનો 2.85 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. ત્રણ આઈફોન સહિત ચાર મોબાઈલ મળી આવ્યા ઝોન 5 ડીસીપીની એલસીબી સ્ક્વોડના PSI કે.કે જાડેજાને બાતમી મળી હતી કે ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા શખ્સો ખોખરા લાલભાઈ સેન્ટર પાસેથી એકટીવા પર પસાર થવાના છે જેથી એલસીબી ની ટીમ દ્વારા વોચ ગોઠવવી અને બાતમી વાળા બંને શખ્સો આવતા જ તેને રોક્યા હતા. પોલીસે તેમના નામ પૂછતા ઉમેશ કલ્યાણ સુંદર ગવંડર (રહે. ચના શેઠની ચાલી) અને પ્રવીણ નાગરાજ અચારી (રહે. ભગવાનદાસ ની ચાલી, ભાઈપુરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની તપાસ કરતા ત્રણ આઈફોન અને એક મોબાઇલ ફોન તેમજ લેપટોપ મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતાં કોલ સેન્ટરનું સાહિત્ય મળી આવ્યું હતું. અમેરિકન નાગરિકોને ખોટા નામે ફોન કરી ખંખેરતા હતા પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતે ચાલીમાં એક નાના મકાનમાં રહે છે અને ઘરે બેસીને ગેરકાયદેસર પેડે પ્રોસેસમાં અમેરિકન નાગરિકોને ખોટા નામે કોલિંગ કરીને લોન આપવાની જુદી જુદી લાલચ તથા વિશ્વાસ આપતા હતા. જુદા જુદા વેરીફિકેશન પી લોન એગ્રીમેન્ટ ના નામે ડોલર લેવાનું જણાવી અને અમેરિકન નાગરિકો ડોલર ગિફ્ટ કાર્ડના સ્વરૂપે નંબર આપેલો હોય તે નંબરના આધારે આગળની પ્રોસેસ કરી અને પૈસા લઈ લેતા હતા. પેઇડ લીડ ઓનલાઈન મેળવતા હતા અને જે પૈસા નાગરિકો પાસેથી મેળવતા હતા તેને રૂરલ એન્ટરપ્રાઇઝ અને રાજાભાઈ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી કમિશન આપી અને બાકીના પૈસા મેળવી લેતા હતા. બંને આરોપીઓ મૂળ દક્ષિણ ભારતના છે અને તેમને સારું અંગ્રેજી બોલતા આવડતું હોવાના કારણે તેઓ સારી રીતે લોકો સાથે વાતચીત કરી અને છેતરપિંડી કરતા હતા. આરોપી પ્રવીણ અગાઉ નોઈડા ખાતે કોલ સેન્ટરમાં કામ કરતો હતો. નોઈડા કોલ સેન્ટરમાં કામ કર્યા બાદ તેણે અમદાવાદમાં જાતે ઘરે બેઠા કોલ સેન્ટર શરૂ કર્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી મોંઘા આઇફોન, લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હસનાપુર શ્રમિક મહિલા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા:કોર્ટે પીડિત પરિવારને બે લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો, પૈસાની તકરારમાં 45 વર્ષીય મહિલાની હત્યા કરી હતી
    Next Article
    ગુમ થયેલા 10 મોબાઇલ માલિકોને પરત સોંપાયા:માધવપુર પોલીસે “તેરા તુજકો અર્પણ” હેઠળ રૂ. 5.41 લાખના ફોન શોધી કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment