Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસ્ટોરાં બંધ ન થાય તે માટે જરૂરિયાતની 10% બોટલ અપાઈ:ગેસ સિલિન્ડર મેળવવા રેસ્ટોરાંની 51, સ્કૂલની 15 સહિત 100 અરજી મંજૂર

    1 week ago

    પુરવઠા વિભાગે શુક્રવારે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા સહિત 11 ક્ષેત્રોમાંથી ગેસ સિલિન્ડર સંબંધીત 156માંથી 100 અરજી મંજૂર કરી છે, 56 અરજી નોન-એસેન્શિયલ (ગેરજરૂરી) શ્રેણીમાં હોવાથી નામંજૂર કરી છે. વિભાગનું કહેવું છે કે હવે લોકો ઓછી સંખ્યામાં બુકિંગ કરી રહ્યા છે, જેથી સપ્લાયનું દબાણ ઘટ્યું છે. રેસ્ટોરાં બંધ ન થાય તે માટે જરૂરિયાતની 10% બોટલ અપાઈ છે. પ્રાથમિકતાના આધારે જ મંજૂરી આપવામાં આવી રહી છે. 51 રેસ્ટોરન્ટની અરજી મંજૂર કરી છે. છેલ્લા 6 મહિનામાં રેસ્ટોરાંમાં કેટલી બોટલનો ઉપયોગ કરાયો છે તેના આધારે તેના ઉપયોગના ગેસની 10 ટકા કોમર્શિયલ બોટલો આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે ડેરી ઉદ્યોગને 70 ટકા, રજિસ્ટર્ડ ટ્રસ્ટને 10 ટકા, ઈન્ડસ્ટ્રિયલ કેન્ટિનને 10 ટકા, કોર્પોરેટ કેન્ટિનને 10 ટકા કેટેગરીમાં કોમર્શિયલ ગેસની બોટલો ફાળવવામાં આવી છે. શહેરમાં સિલિન્ડરના સપ્લાય અંગે છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી અનિશ્ચિતતા હવે ધીમે ધીમે સુધરી રહી છે. વિભાગના જણાવ્યા મુજબ, ગયા અઠવાડિયા કરતા પેનિક બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે સ્ટોક કરવાની હોડ ઘટી છે. જરૂરી સેવાઓ સાથે સંકળાયેલી ન હોય તેવી માંગને પ્રાથમિકતા અપાતી નથી. વિવિધ 11 ક્ષેત્રોમાંથી 156 અરજી કરવામાં આવી હતી
    Click here to Read More
    Previous Article
    તંત્ર દ્વારા નવી પોલિસી લાગુ કરાઈ:‘લાલ કેસ’માં હવે દવા જાતે ખરીદવી પડશે, બાદમાં બિલનું રિફંડ મળશે
    Next Article
    વસ્તી ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થયું:14 હજાર ગણતરીદાર-સુપરવાઈઝર 18 લાખ મિલકતનો ડિજિટલ સર્વે કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment