Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુટલેગર અલ્તાફ છ આંગળીની ગેંગ સામે ગુજસીટોક દાખલ:ગેંગના સભ્યોએ છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ અને દારુ જુગાર સહિતના 46 ગુના આચર્યા, 5ની ધરપકડ

    1 सप्ताह पहले

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા દારૂની સપ્લાય કરતા બુટલેગર અલ્તાફ 6 આંગળી ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલ્તાફ ઉર્ફે 6 આંગળી સહિત 6 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હાલ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી અલ્તાફની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ જેવા ગંભીર ઉપરાંત દારૂ જુગાર મળી કુલ 46 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગ સામે 46થી વધુ ગુના રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના બુટલેગર સુધી દારૂ પહોંચાડતા બુટલેગરો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે 6 આંગળી સહિત 6 શખ્સો દ્વારા છેલ્લા 10 વર્ષમાં 46 ગુના આચરવામાં આવ્યા છે જેમાં હત્યા-હત્યાની કોશિશના 2 ગુના, લૂંટનો એક ગુનો, ગેરકાયદે મંડળી રચી 5 ગુના, મારામારીના 4 ગુના, ફરજ રુકાવટનો એક ગુનો, અને દારૂ જુગારના 33 ગુનાનો સમાવેશ થાય છે. આ ગુનામાં પોલીસે હાલ તોસીફ ઉર્ફે બાઘો ઉમરેઠીયા, ઇમરાન બેલીમ, અશોક સિંધવ, ભરત વાસુર, અને ઇકબાલ વડાવરીયા સહીત 5 આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી થઇમ વિરુધ્ધ 12 ગુના, તોસીફ ઉર્ફે બાઘો ઉમરેઠીયા વિરુધ્ધ 8 ગુના, ઇમરાન બેલીમ વિરુધ્ધ 4 ગુના, અશોક સિંધવ વિરુધ્ધ 12 ગુના, ભરત વાસુર વિરૂદ્ધ 10 ગુના અને ઇકબાલ વડાવરીયા ખીમસુરીયા વિરુધ્ધ 6 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજસીટોક કાયદો અમલમાં આવ્યો ત્યારથી આજ દિવસ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 9 ગુના ગુજસીટોક હેઠળ નોંધાયા છે જે પૈકી 7 ગુના છેલ્લા 6 મહિનામાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આજની ગુજસીટોક ફરિયાદમાં મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી કુખ્યાત બુટલેગર અને રીઢો ગુનેગારની છાપ ધરાવે છે. તે અગાઉ રાજકોટ શહેર ઉપરાંત વાંકાનેર, અમદાવાદ ગ્રામ્ય, બનાસકાંઠા, જામનગર, મોરબી અને ગોંડલ ખાતે પ્રોહિબિશન અને જુગાર જેવા અલગ-અલગ 33 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું તેમજ છ વખત પાસા હેઠળ અલગ અલગ જેલમાં સજા કાપી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહિ તાજેતરમાં રાજકોટ અમદાવાદ હાઇવે પરથી રાજકોટ શહેર PCB દ્વારા પકડી પાડવામાં આવેલ દારૂ ભરેલો ટ્રક પણ અલ્તાફ છ આંગળીનો જ હોવાનું ખુલતા આ ગુનામાં પણ તે વોન્ટેડ છે જેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ SOGએ 86 લાખનું એમ્બરગ્રીસ ઝડપ્યું:ગોધરા પાસેથી 860 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે બે ઝડપાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરીનો ડિજિટલ પ્રારંભ, સ્વ-ગણતરીની અપીલ:17 થી 31 મે સુધી ઓનલાઇન સુવિધા; ડેટાની ગુપ્તતા જળવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment