Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરીનો ડિજિટલ પ્રારંભ, સ્વ-ગણતરીની અપીલ:17 થી 31 મે સુધી ઓનલાઇન સુવિધા; ડેટાની ગુપ્તતા જળવાશે

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા અંતર્ગત ડિજિટલ 'સ્વ-ગણતરી' પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. નિવાસી અધિક કલેક્ટર શ્રી કે. આર. પટેલ દ્વારા નાગરિકોને 17 મે થી 31 મે, 2026 સુધી ઓનલાઇન માધ્યમથી પોતાની માહિતી ભરવા અપીલ કરવામાં આવી છે. આ ડિજિટલ સુવિધા દ્વારા ડેટાની ગુપ્તતા અને ચોકસાઈ જાળવવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ, નાગરિકો સત્તાવાર પોર્ટલ ‘se.census.gov.in’ પર લોગઇન કરીને પોતાની વિગતો ભરી શકે છે. વિગતો ભર્યા બાદ એક SE ID (સેલ્ફ-એન્યુમરેશન આઈડી) જનરેટ થશે. કે. આર. પટેલે પોતે પણ ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રક્રિયા અત્યંત સરળ છે. તેમણે નાગરિકોને વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાનો SE ID સુરક્ષિત રાખવા અનુરોધ કર્યો છે. ઓનલાઇન તબક્કો પૂર્ણ થયા બાદ, વસ્તી ગણતરીનો બીજો તબક્કો 1 જૂન થી 30 જૂન, 2026 દરમિયાન શરૂ થશે. આ સમયગાળામાં વસ્તી ગણતરીના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને ગણતરીની ચકાસણી કરશે. જ્યારે કર્મચારીઓ મુલાકાત લે, ત્યારે ઓનલાઇન મેળવેલો SE ID તેમને આપવાનો રહેશે. આ આધુનિક પદ્ધતિથી સમગ્ર જિલ્લાની વસ્તી ગણતરીની માહિતી સચોટ અને ભૂલરહિત રીતે નોંધી શકાશે.
    Click here to Read More
    Previous Article
    બુટલેગર અલ્તાફ છ આંગળીની ગેંગ સામે ગુજસીટોક દાખલ:ગેંગના સભ્યોએ છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ અને દારુ જુગાર સહિતના 46 ગુના આચર્યા, 5ની ધરપકડ
    Next Article
    How 4 foreign women facing drug charges outsmarted guards at a shelter in Bengaluru

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment