Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ SOGએ 86 લાખનું એમ્બરગ્રીસ ઝડપ્યું:ગોધરા પાસેથી 860 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે બે ઝડપાયા

    1 सप्ताह पहले

    પંચમહાલ SOG પોલીસે ગોધરાના ભામૈયા પાસેથી ₹86 લાખની કિંમતના 860 ગ્રામ શંકાસ્પદ 'એમ્બરગ્રીસ' (વ્હેલ માછલીની ઉલટી) સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા, SOG ટીમે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતો આ પ્રતિબંધિત પદાર્થ પકડ્યો હતો. જપ્ત કરાયેલા 860 ગ્રામ એમ્બરગ્રીસની અંદાજિત કિંમત ₹86 લાખ આંકવામાં આવી છે. એમ્બરગ્રીસ એ દરિયાઈ પ્રતિબંધિત અને અત્યંત કિંમતી પદાર્થ છે, જે વ્હેલ માછલીની ઉલટીમાંથી બને છે. તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય બજારમાં સુગંધિત દ્રવ્યો અને કિંમતી દવાઓ બનાવવામાં થાય છે, જેના કારણે તેની બજાર કિંમત ઘણી ઊંચી હોય છે. પંચમહાલ પોલીસ દ્વારા વન્યજીવ સંરક્ષણ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત આ નેટવર્કનો પર્દાફાશ થયો છે. SOG પોલીસે બંને ઇસમો વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ પ્રતિબંધિત પદાર્થ તેઓ ક્યાંથી લાવ્યા હતા અને ગોધરામાં કોને સપ્લાય કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નિશુલ્ક એનિમિયા નિવારણ કેમ્પ યોજાયો:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને જાયન્ટ્સ ગ્રુપ 'સાહેલી' દ્વારા આયોજન
    Next Article
    બુટલેગર અલ્તાફ છ આંગળીની ગેંગ સામે ગુજસીટોક દાખલ:ગેંગના સભ્યોએ છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ અને દારુ જુગાર સહિતના 46 ગુના આચર્યા, 5ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment