Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપ્રિલમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો:43.5 ‎ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર‎

    6 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ માસમાં આકરા ઉનાળાની અસર વર્તાવાની સાથે ગરમીનો પારો સતત 43 ડિગ્રી આસપાસ રહે છે. જિલ્લામાં હાલ યલ્લો એલર્ટ જાહેર કરાયુ છે. જો આગામી પાંચ દિવસ પારો 43 ડિગ્રી ઉપર રહે તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાશે. ત્યારે આ વર્ષ તાપમાન 10 વર્ષમાં સૌથી વધુ રહ્યુ હતુ. ગુજરાત રાજ્યમાં ઉતર પુર્વ તરફથી આવતા સુકા પવનો ગરમીની સીઝન લઇ ને આવતા હોય છે.આ ગરમી વધવા પાછળ એન્ટસ સાયક્લોનીક અસર પણ કારણભૂત હોય છે. જેમાં વાતાવરણમાં પલટા સાથે વાદળો સાથે ભેજનું પ્રમાણ ઘટે છે. ગરમ પવનો જમીન તરફ આવે છે.જેથી ભેજ ઘટતા શુષ્કતા વધે અને તાપમાનનો પારો 40 ડિગ્રી વટી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગરમીનો પારો સતત 43 ડિગ્રી આસપાસ રહેતા યલો એલર્ટ જાહેર કરાયુ છે. હાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર છે. તા.8,9મેના રોજ મહત્તમ તાપમાન 44 ડિગ્રી જશે : હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર સાથે આસપાસ જિલ્લાઓમાં પણ બે દિવસ હિટવેવ રહેશે.8 મે અને9 મે સુધીમાં રોજ શહેરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર પહોંચી શકે છે. ભાસ્કર એક્સપર્ટ - 40 ડિગ્રીથી ઉપર સનસ્ટોકની શક્યતા વધુ‎ સુરેન્દ્રનગરના આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલે જણાવ્યું હતું કે, ‎હાલ ઉનાળામાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર રહેતા સનસ્ટ્રોક લાગવાની શકયતાઓ છે.‎ડાયાબીટીસના દર્દીઓ, બ્લડ પ્રેસર, કીડનીના દર્દીઓએ ખાસ કાળજી રાખવી. ગરમીમં‎બિનજરૂરી બહાર ન નીકળવુ. દિવસ દરમિયાન ત્રણ થી ચાર લીટર પાણી કે લીક્વીડ પીવુ‎જોઇએ.જરૂરી લાગે તો ગરમીના ચિન્હોના કિસ્સામાં બીપી. ડાયાબાટીસી, કીડનીના‎દર્દીઓએ ડોક્ટરના સંપર્કમાં રહેવુ.
    Click here to Read More
    Previous Article
    ચકચાર:‘હું મારી નવી જિંદગી શરૂ કરવા જાઉં છું’ ચિઠ્ઠી લખી સુરેન્દ્રનગરનો 16 વર્ષનો કિશોર ગુમ
    Next Article
    પેરોલ ફર્લો સ્કોર્ડે આરોપીને દબોચી લીધો:છેતરપિંડી, વિશ્વાસઘાત ના ગુનામાં ફરાર આરોપી ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment