Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેરોલ ફર્લો સ્કોર્ડે આરોપીને દબોચી લીધો:છેતરપિંડી, વિશ્વાસઘાત ના ગુનામાં ફરાર આરોપી ઝબ્બે

    6 days ago

    પોરબંદરના કમલાબાગ પોલીસ મથકે નોંધાયેલ છેતરપીંડી, વિશ્વાસઘાત તથા એટ્રોસીટીના ગુન્હામાં સાડા છ વર્ષથી ફરાર આરોપીને સુરત ખાતેથી ઝડપી લીધો છે. પોરબંદર પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પરથી ફરાર કેદી આરોપીઓ તથા ગેઝેટ અને લાલશાહીથી ઉપરાંત અપહરણ તથા શરીર-મીલ્કત સબંધી ફરાર આરોપીઓ શોધી કાઢવા માટે સુચના કરવામાં આવેલ હતી. જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ એચ.એમ. જાડેજા તથા સ્ટાફ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એએસઆઇ એચ.આર.સિસોદીયા, પિ.કે.બોદર, વજશીભાઇ વરૂ તથા જેતમલભાઇ મોઢવાડીયાને બાતમી મળેલ કે, કમલાબાગ પોલીસ મથકે નોંધાયેલ છેતરપીંડી, વિશ્વાસઘાત અને એટ્રોસીટીના ગુન્હામાં સાડા છ વર્ષથી ફરાર પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતો આરોપી રાજુ સાજણ કેશવાલા હાલ સુરત ખાતે છે જે બાતમી આધારે તપાસ કરતા આ આરોપી મળી આવતા આરોપીને ઝડપી લઇ પોરબંદર લાવી વધુ કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ મથકે સોંપી આપેલ છે.
    Click here to Read More
    Previous Article
    એપ્રિલમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો:43.5 ‎ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર‎
    Next Article
    યાર્ડમાં વિવિધ જણસીઓની આવક:યાર્ડમાં ઉનાળુ મગની 29,300 કિલોની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ,આવક વધતા પ્રતિમણે 100થી 200 ભાવ ઘટયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment