Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રમાં ખાલી જગ્યાની સંખ્યા 10 વર્ષમાં બમણી:4.2 લાખથી વધીને 8.24 લાખ થઈ; સરકારી કંપનીઓમાં 49% કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર, પહેલાં 19% હતા

    1 day ago

    છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારની ખાલી જગ્યાઓ લગભગ બમણી થઈ ગઈ છે. 2015માં 4.21 લાખ જગ્યાઓ ખાલી હતી, જે 2024માં વધીને 8.24 લાખ થઈ ગઈ. કુલ મંજૂર જગ્યાઓમાં ખાલી જગ્યાઓનો હિસ્સો 11.5% થી વધીને 21% થયો. આ સમયગાળામાં કેન્દ્રના વિવિધ વિભાગોમાં કુલ મંજૂર જગ્યાઓની સંખ્યામાં 2.74 લાખનો વધારો થયો. તેમ છતાં, ભરાયેલી જગ્યાઓ 1.29 લાખ ઘટી ગઈ. સરકારી કંપનીઓમાં લગભગ અડધા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે. 2015માં આ આંકડો 18.6% હતો, જે 2025માં 49.1% થઈ ગયો. 2015માં રેલવેમાં કોઈ જગ્યા ખાલી ન હતી. 2024માં 2.40 લાખ જગ્યાઓ (16.2%) ખાલી છે. હેલ્થમાં પણ ખાલી જગ્યાઓ શૂન્યથી 6% પર પહોંચી ગઈ. કેન્દ્રના 80 મંત્રાલયો અને વિભાગોમાં 39,23,212 જગ્યાઓ મંજૂર કેન્દ્રના સિવિલ કર્મચારીઓના પગાર અને ભથ્થાં સંબંધિત ખર્ચ વિભાગના અહેવાલ મુજબ, કેન્દ્રના 80 મંત્રાલયો અને વિભાગોમાં 39,23,212 પદો મંજૂર છે. તેમાંથી 30,99,656 પદો ભરાયેલા છે અને 8,23,556 ખાલી છે. જ્યારે 2015માં મંજૂર કરાયેલા 36,49,468 પદોમાંથી 32,28,921 ભરાયેલા હતા અને 4,20,547 ખાલી હતા. ગૃહ મંત્રાલયમાં મંજૂર પદો આશરે 1.02 લાખ વધ્યા, જ્યારે ભરતીઓ આશરે 49,621 વધી. એટલે કે, નિમણૂકો થઈ, પરંતુ મંજૂર પદો તેના કરતાં ઘણી ઝડપથી વધ્યા. આવી સ્થિતિમાં, ખાલી જગ્યાઓ 58,774 થી વધીને 1,10,885 થઈ ગઈ. ખાલી પદો પર કર્મચારીઓની આઉટસોર્સિંગ માટે સરકારી વિભાગો જીઈએમ (ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ) પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેના પર ગયા વર્ષે રેકોર્ડ 10 લાખ કર્મચારીઓને આઉટસોર્સ કરવામાં આવ્યા. જાણકારોના મતે, ઘણા વિભાગો અને મંત્રાલયો કરાર પર કર્મચારીઓ રાખવાને બદલે સીધી કંપનીઓને જ કામ આઉટસોર્સ કરી રહ્યા છે. વાણિજ્ય વિભાગમાં અડધા પદો ખાલી ડિફેન્સ (સિવિલિયન) માં સૌથી વધુ 2.42 લાખ પદ ખાલી. મંજૂર પદોની સરખામણીમાં ખાલી જગ્યાનો દર પણ 31.9% થી વધીને 43.4% થયો. પોસ્ટમાં ખાલી જગ્યાઓ 8 ગણાથી વધુ. ટપાલ વિભાગમાં ખાલી પદ 7,561 થી વધીને 61,546 થયા. ખાલી જગ્યાના દરમાં મોટો ઉછાળો નોંધાયો. કોમર્સમાં અડધાથી વધુ પદ ખાલી. 2024 માં 55.4% પદ ખાલી હતા, જે આ સૂચિમાં સૌથી વધુ ખાલી જગ્યાનો દર છે. 2015 માં આ 37.1% હતો. સિવિલ એવિએશનમાં 45.2% અને લેબરમાં 41.5% પદ ખાલી છે. પીએસયુમાં 15.87 લાખ કર્મચારી, 2.96 લાખ કરાર આધારિત પબ્લિક એન્ટરપ્રાઇઝ સર્વે-2015 મુજબ, 2015 માં દેશના 298 પીએસયુમાં કુલ 15,87,149 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, જેમાંથી 2,95,975 કર્મચારીઓ કરાર આધારિત હતા. 2025 માં 475 પીએસયુમાં કુલ 15,42,339 કર્મચારીઓ હતા, જેમાંથી ફક્ત 7,83,728 નિયમિત હતા. બાકીના 7,58,611 કર્મચારીઓ કરાર આધારિત હતા.
    Click here to Read More
    Previous Article
    રક્ષા-કરારની આડમાં પાકિસ્તાન હથિયારોનો જથ્થો ભરી રહ્યું છે:રાતના અંધારામાં તુર્કીયેથી ડ્રોનનો સપ્લાય, જેથી સેટેલાઇટ ટ્રેકિંગથી છુપાવી શકાય; 60 કલાકમાં ડઝનબંધ સૈન્ય વિમાનો પહોંચ્યા
    Next Article
    પોલીસ ભરતી બોર્ડની વિવિધ પદો માટેની લેખિત પરીક્ષા:અમદાવાદમાં 952 પરીક્ષા કેન્દ્રો પર 32,457 ઉમેદવારોની કસોટી; ગેરરીતિ રોકવા GPSથી વાહનોનું લાઈવ મોનિટરિંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment