Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ભરતી બોર્ડની વિવિધ પદો માટેની લેખિત પરીક્ષા:અમદાવાદમાં 952 પરીક્ષા કેન્દ્રો પર 32,457 ઉમેદવારોની કસોટી; ગેરરીતિ રોકવા GPSથી વાહનોનું લાઈવ મોનિટરિંગ

    1 day ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં PSI (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, PSI (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)ની વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 952 પરીક્ષા કેન્દ્રો પર 32,457 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 69 શાળા-કોલેજના 688 બ્લોકમાં 20,613 ઉમેદવારો અને અમદાવાદ ગ્રામ્યમાં 27 શાળા-કોલેજના 264 બ્લોકમાં 11,844 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનું સમયપત્રક અને ગુણ ગુણાંક પદ્ધતિ PSI (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષા સવારે 9.30થી બપોરે 12.30 સુધી 200 માર્ક્સની છે. જ્યારે PSI (મોટર ટ્રાન્સપોર્ટ)ની પરીક્ષા પણ સવારે 9.30થી 12.30 દરમિયાન 210 માર્ક્સની છે. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)ની પરીક્ષા બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી 210 માર્ક્સની રહેવાની છે. તમામ પરીક્ષાઓ MCQ પદ્ધતિથી લેવામાં આવી રહી છે. ઉમેદવારોએ પાસ થવા માટે Part-A અને Part-B બંનેમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ મેળવવા ફરજિયાત છે. પરીક્ષામાં ખોટા જવાબ માટે માઇનસ માર્કિંગની પદ્ધતિ પણ લાગુ રાખવામાં આવી છે. AI ટેકનોલોજી અને ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ભરતી બોર્ડ દ્વારા મલ્ટિપલ સિક્યુરિટી લેયર્સ તૈયાર કરવામાં આવ્યા છે. પરીક્ષા વ્યવસ્થામાં 1,100થી વધુ પોલીસ કર્મચારીઓ અને 1,500થી વધુ શિક્ષણ વિભાગના કર્મચારીઓ ફરજ પર રાખવામાં આવ્યા છે. ઉમેદવારોની ઓળખ માટે પરીક્ષા કેન્દ્રો પર ચહેરાની ઓળખ માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરીક્ષા સાહિત્યની હેરફેર કરતા તમામ વાહનોનું કરાઈ ખાતેના કંટ્રોલ રૂમમાંથી GPS મારફતે લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારોના અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવ્યો છે. નોકરી સાથે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોનો ઉત્સાહ પરીક્ષા આપવા આવેલા અમદાવાદના દર્શન ચૌહાણ અને વડોદરાના તુષાર નામના ઉમેદવારોએ જણાવ્યું કે, તેઓ નોકરી કરવાની સાથે છેલ્લા 3થી 6 મહિનાથી સમયનું યોગ્ય સંચાલન કરીને આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. રજાના દિવસોમાં વધુ સમય ફાળવીને તેમજ જનરલ એબિલિટી અને ટેકનિકલ વિષયો પર ભાર મૂકીને હકારાત્મક ઊર્જા સાથે તેઓ પરીક્ષા આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રમાં ખાલી જગ્યાની સંખ્યા 10 વર્ષમાં બમણી:4.2 લાખથી વધીને 8.24 લાખ થઈ; સરકારી કંપનીઓમાં 49% કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર, પહેલાં 19% હતા
    Next Article
    'Little Fat Black Shirt': Popular Bengaluru Cafe Sparks Outrage Over 'Body-Shaming' Customer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment