Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલથી શેકાવા તૈયાર રહેજો, રાજ્યમાં હિટવેવની આગાહી:આજે 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર, કંડલા એરપોર્ટનું સૌથી વધુ 44.4 ડિગ્રી

    16 hours ago

    માવઠા બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં આગામી અઠવાડિયા દરમિયાન માથુ ફાડી નાખે તેવી ગરમીની આગાહી કરવામાં આવી છે. રવિવારથી રાજ્યમાં હિટવેવની શક્યતા વ્યકત કરવામાં આવી છે. ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે, આજે (9 મે) કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવને લઈ યલો એલર્ટ જારી કર્યું છે. આગામી 15 મે સુધી રાજ્યમાં આકરો તાપ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે. આજે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. કંડલા એરપોર્ટનું સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે રાજકોટમાં 44°C ગરમી રહેવાની સંભાવના હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાશે. અહીં મહત્તમ તાપમાનનો પારો 44°C પહોંચી શકે. જ્યારે અમદાવાદમાં 43°C, વડોદરામાં 42°C, ભૂજમાં 42°C, ગાંધીનગરમાં 43°C, ભાવનગરમાં 41°C, અમરેલીમાં 43°C, સુરતમાં 39°C અને ડીસામાં 42°C તાપમાન નોંધાશે. 15 મે સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે. હીટવેવને લઈને પણ મહત્વની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર રહી શકે છે, જ્યારે ગુજરાત રીજનમાં 9થી 15 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા છે. 10 મેએ 12 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આજે કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 10 મેએ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સુરત અને વડોદરામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં 15 મે સુધી હીટવેવની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની ઝડપ 15થી 20 નોટ્સ સુધી રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તે વધીને 25 નોટ્સ સુધી પહોંચવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    એક્ટર વિજય 121 ધારાસભ્યોના સમર્થન સાથે રાજ્યપાલને મળ્યા:તમિલનાડુમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો; ચાર દિવસમાં ચોથી મુલાકાત
    Next Article
    મહીસાગર SOGએ અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપ્યો:કડાણા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો સંતરામપુરથી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment