Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂતપૂર્વ કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ:'યશને તેરા ગેમ બજા ડાલા હૈ' કહી પરફ્યુમના વેપારી પાસે 10 લાખ માંગ્યા, ચાવાળા અને ફેરિયા બનીને ત્રાટકી પોલીસ, 3 ઝડપાયા

    5 days ago

    સુરતના પોશ ગણાતા પાલ વિસ્તારમાં સરાજાહેર એક પરફ્યુમ વેપારી પર ચપ્પુ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 10 લાખની ખંડણી વસૂલવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસનો ભેદ ઉકેલવા માટે પાલ પોલીસે ગજબનો વેશપલટો કર્યો હતો. આરોપીઓને પકડવા માટે પોલીસ અધિકારીઓ અને જવાનો સામાન્ય ફેરિયાવાળા અને ચાવાળા બનીને શંકાસ્પદ વિસ્તારોમાં ગોઠવાઈ ગયા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના સચોટ ઉપયોગથી પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો પર્દાફાશ કરી ત્રણ શાતિર આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવે છે પરંતુ તેમના મનસૂબા અત્યંત ખતરનાક હતા, જેમાં શાકભાજીનો વેપાર કરતો દેવ પટેલ, અગાઉ વેપારીને ત્યાં જ નોકરી કરતો બેરોજગાર યશ બારૈયા અને ટેક્સટાઈલમાં નોકરી કરતો યશ ગલચર સામેલ છે. આબોરા કોમ્પ્લેક્સ નીચે બપોરે ખેલાયો હાઈવોલ્ટેજ ડ્રામા પાલ પોલીસ સ્ટેશનના પીઆઈ બી. એ. ભટ્ટના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારી ઘટના 9 જુલાઈ 2026ના રોજ બપોરે 2થી 2:30 વાગ્યાના સુમારે બની હતી. પાલ વિસ્તારના આબોરા કોમ્પ્લેક્સમાં જૈમીન ડોબરિયા નામના વેપારી 'ટીએમ પરફ્યુમ' નામની દુકાન ચલાવે છે. જૈમીનભાઈ જ્યારે બપોરે પોતાની દુકાનમાંથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે સ્પ્લેન્ડર બાઇક પર બે અજાણ્યા ઇસમો ત્રાટક્યા હતા. બાઇક ચાલકે જૈમીનને તેનું નામ પૂછ્યું હતું. જૈમીને પોતાનું નામ આપતા જ બાઇક પાછળ બેઠેલો ઇસમ નીચે ઉતરી ગયો હતો અને જૈમીનનો કાંઠલો (ગળું) પકડી લીધો હતો. બાઇક ચાલકે તેના સાગરીતને આદેશ આપ્યો કે, "તું પતાવીને બહાર આવી જા," અને પોતે બાઇક લઈને થોડો આગળ નીકળી ગયો હતો. 'યશને તેરા ગેમ બજા ડાલા હૈ' કહી 10 લાખની માંગણી કોમ્પ્લેક્સની નીચે જ જૈમીનને ગળેથી પકડીને આરોપીએ જોરજોરથી ખેંચવાનું શરૂ કર્યું હતું. આરોપીએ જૈમીનને બેફામ ઢીકા-મુક્કીનો માર માર્યો અને ધમકાવતા હિન્દીમાં કહ્યું, "10 લાખ રૂપિયા દે દે, યશને તેરા ગેમ બજા ડાલા હૈ." અચાનક થયેલા આ હુમલાથી ગભરાયેલા જૈમીને પૂછ્યું કે, "કોણ યશ? કોણે તમને મારા વિરૂદ્ધ કીધું છે?" પરંતુ આરોપીએ કંઈ પણ સાંભળ્યા વિના તેને જબરદસ્તીથી સ્પ્લેન્ડર બાઇક પર બેસાડીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ પોતાની કેડમાંથી ધારદાર ચપ્પુ કાઢ્યું હતું, જોકે તેની કેપ (કવર) હટાવ્યા વિના જ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર ખેંચવા લાગ્યો હતો. વેપારીની બૂમાબૂમ અને પોલીસનો એક્શન પ્લાન ભરબપોરે રસ્તા પર જબરદસ્તી થતી જોઈ ફરિયાદી જૈમીન ડોબરિયાએ હિંમત ભેગી કરીને જોરજોરથી બૂમ-બરાડા પાડવાનું શરૂ કરી દીધું હતું. વેપારીની બૂમો સાંભળીને આજુબાજુના લોકો એકઠા થઈ જશે તેવા ડરથી બંને આરોપીઓ ગભરાઈ ગયા હતા અને પ્લાન પડતો મૂકી સ્પ્લેન્ડર બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી જૈમીન એટલો બધો ડરી ગયો હતો કે તે સીધો ઘરે જતો રહ્યો અને પરિવાર સાથે ચર્ચા કરવામાં જ બે દિવસ નીકળી ગયા. આખરે બે દિવસ પછી તેણે હિંમત કરીને પાલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસે આ મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક ગુના વાળી જગ્યાએ જઈ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા, જેમાં ખુલાસો થયો કે આરોપીઓ છેલ્લા બે દિવસથી વેપારીની રેકી કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓની ગુનાહિત કુંડળી પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચહેરાઓ અને બાઇકના નંબરના આધારે તપાસ તેજ કરી અને આરોપીઓના રહેઠાણ શોધી કાઢ્યા. આ ગુનામાં મુખ્ય સૂત્રધાર વેપારીનો જૂનો વફાદાર જ નીકળ્યો. પોલીસે ઝડપેલા ત્રણ આરોપીઓની વિગત નીચે મુજબ છે. 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ પાલ પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણેય આરોપીઓના ઘરની આસપાસ ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી અને તમામને દબોચી લીધા છે. પીઆઈ બી. એ. ભટ્ટના જણાવ્યા અનુસાર આરોપીઓ વિરૂદ્ધ પાલ પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન જસ્ટિસ કોડ (BNS) અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પાત્ર છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસે જે રીતે ગણતરીના કલાકોમાં વેશપલટો કરીને આ શાતિર ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે, તેનાથી સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ દરિયાપુર પહોંચ્યા:પડી જવાથી યુવકને ગંભીર ઈજા, અકસ્માત, બેભાન સહિતના 41 ઈમરજન્સી કેસ નોંધાયા
    Next Article
    સુરેન્દ્રનગરના વાદીપરામાં અષાઢી બીજે બાબા રામદેવપીરનો પાટોત્સવ:શક્તિ બાળ રામા મંડળ દ્વારા છેલ્લા 10થી વધુ વર્ષોથી થાય છે સફળ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment