Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરદપૂર્ણિમાની રાત્રે ગરબે ઘૂમ્યા ખેલૈયા:શહેર ભાજપ દ્વારા એક દિવસીય ‘ગરબા મહોત્સવ’નું આયોજન, કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય, મેયર, પ્રમુખ અને ચેરમેન સહિતના ખેલૈયા ગરબે ઘૂમ્યા

    2 days ago

    સંસ્કૃતિ અને પરંપરાના તહેવાર એવા શરદપૂર્ણિમાના પવિત્ર દિવસે ભાવનગર શહેરમાં ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આ ખાસ પ્રસંગે ભાવનગર શહેર ભાજપ દ્વારા સિદસર રોડ પર આવેલા આનંદ વાટિકા ફાર્મ હાઉસ ખાતે એકદિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉત્સાહભેર ગરબે ઘૂમીને શરદપૂર્ણિમાની ઉજવણી કરી હતી. આ સિવાય ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતા સહિતના અનેક નગરસેવકો, પક્ષના હોદ્દેદારો તેમજ સામાજિક આગેવાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાત્રિના આહલાદક વાતાવરણ અને ચાંદની રાત વચ્ચે યોજાયેલા આ એકદિવસીય ગરબા મહોત્સવમાં પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ અને શહેરના ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને મોડી રાત સુધી ગરબાની મજા માણી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભાવનગર શહેર ભાજપના આયોજન હેઠળ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    15 જિલ્લાના 45 તાલુકા દુષ્કાળગ્રસ્ત છતાં સહાયથી વંચિત:4 જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા પણ 40થી 70% વરસાદની ઘટવાળા વિસ્તારોનું શું?, ખેડૂત આગેવાનોની આંદોલનની ચીમકી
    Next Article
    મુંબઈ લોકલ 10 કલાક ઠપ, ટ્રેક પર 3 મૃતદેહો મળ્યા:મુસાફરોએ પાટા પર ચાલવું પડ્યું, વિક્રોલી-થાણે લાઇન પર સિગ્નલ સિસ્ટમ ખોરવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment