Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયાડમાં ભારતને 10મો ગોલ્ડ, ઈરાનને પાછળ છોડ્યું:તીરંદાજીમાં 3, શૂટિંગમાં 1 ગોલ્ડ, મેડલ ટેલીમાં સાતમા નંબરે પહોંચ્યું ભારત

    20 hours ago

    ભારતે એશિયન ગેમ્સના 11મા દિવસે 4 ગોલ્ડ જીત્યા. તેમાં 3 ગોલ્ડ તીરંદાજીમાં અને 1 શૂટિંગમાં મળ્યો. આ સાથે ભારતના 10 ગોલ્ડ સહિત કુલ 60 મેડલ થઈ ગયા છે. ઈરાનને પાછળ છોડીને તે મેડલ ટેલીમાં 7મા ક્રમે પહોંચી ગયું છે. બુધવારે પહેલો ગોલ્ડ મહિલા કમ્પાઉન્ડ આર્ચરી ટીમે જીત્યો. ત્યારબાદ ચિકિતા તનિપાર્થિ અને સાહિલ જાધવની જોડીએ મિક્સ્ડ કમ્પાઉન્ડ આર્ચરીમાં ગોલ્ડ જીત્યો. નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈની જોડીને શૂટિંગમાં ગોલ્ડ મળ્યો. દિવસનો ચોથો ગોલ્ડ કમ્પાઉન્ડ આર્ચરીની મેન્સ ટીમ ઇવેન્ટમાં સાહિલ, ગણેશ અને કુશલે જીત્યો. આર્ચરીમાં દિવસના ત્રણેય ગોલ્ડ ભારતના નામે ભારતે કમ્પાઉન્ડ તીરંદાજીની ત્રણેય ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા. મહિલા ટીમે ચીનને 238-234થી હરાવીને પોતાના ટાઇટલને ડિફેન્ડ કર્યો. મિક્સ્ડ ટીમની ફાઇનલમાં ચિકિતા અને સાહિલનો મુકાબલો સાઉથ કોરિયાની પાર્ક જંગયૂન અને ચોઇ યોંગહી સામે હતો. ભારતે શૂટ-ઓફમાં ગોલ્ડ પોતાના નામે કર્યો. આ જીત સાથે ભારતે લોસ એન્જલિસ ઓલિમ્પિકના કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ માટે કોટા પણ મેળવ્યો. મેન્સ ટીમની ફાઇનલમાં સાહિલ, ગણેશ અને કુશલની ટીમે ચીનને 238-237થી હરાવ્યું. ભારત શરૂઆતના એન્ડમાં 58-60થી પાછળ હતું, પરંતુ ત્યાર બાદ ભારતીય તીરંદાજોએ સતત શાનદાર નિશાન સાધ્યાં. ફાઇનલ બાદના 180માંથી ભારતે 180 અંક મેળવ્યા. સાહિલે પોતાના તમામ 8 શોટમાં 10 અંક મેળવ્યા, જ્યારે ગણેશ અને કુશલે પણ દબાણ વચ્ચે સતત 10 પોઇન્ટ મેળવ્યા. નીરુ-કિનાને શૂટિંગમાં અપાવ્યો ગોલ્ડ ટ્રેપ મિક્સ્ડ ટીમ ફાઈનલમાં નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈએ ભારતને ગોલ્ડ અપાવ્યો. ભારતે શરૂઆતમાં 10માંથી 6 હિટ કર્યા હતા અને એક સમયે ચાર ટીમમાં સૌથી નીચે હતું. ત્યાર બાદ બંનેએ એક પણ ટાર્ગેટ મિસ કર્યો નહીં અને શાનદાર કમબેક કરતાં ગોલ્ડ જીત્યો. ભારતે કતરને માત્ર એક પોઇન્ટથી પાછળ રાખ્યું. ચીને બ્રોન્ઝ જીત્યો. આ ગેમ્સમાં નીરુનો આ બીજો ગોલ્ડ છે. તેના એક દિવસ પહેલાં તેણે વુમન્સ ટ્રેપ ઈન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. હોકી: સાઉથ કોરિયાને 2-0થી હરાવીને ભારત ફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમે સાઉથ કોરિયાને 2-0થી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું. ભારત માટે ઇશિકાએ પેનલ્ટી કોર્નરની વેરિએશન પર ગોલ કર્યો, જ્યારે કેપ્ટન સલિમાએ બીજા હાફમાં સરસાઈ બમણી કરી. હવે ભારતની ગોલ્ડ મેડલ મેચ ચીન સામે થશે. આ મુકાબલો 2 ઓક્ટોબરે રમાશે. બોક્સિંગમાં 2 બ્રોન્ઝ, લવલીના ફાઇનલમાં બોક્સિંગમાં પ્રિયંકા ઘંઘાસને મહિલા 60 કિગ્રા સેમિફાઇનલમાં ચીનની યાંગ ચેંગ્યુ સામે 4-1થી હાર મળી. તેને બ્રોન્ઝ મળ્યો. કપિલ પોખરિયાનેએ મેન્સ 90 કિગ્રા સેમિફાઇનલમાં ઉઝબેકિસ્તાનના તુરાબેક ખાબિબુલ્લાએવ સામે 4-1થી હાર્યા બાદ બ્રોન્ઝ જીત્યો. તો, લવલીના બોરગોહેને મહિલા 75 કિગ્રા સેમિફાઇનલમાં કઝાકિસ્તાનની નતાલ્યા બોગદાનોવાને 3-2થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. કુસ્તી: સુનીલ કુમારે બ્રોન્ઝ જીત્યો સુનીલ કુમારે પુરુષોની ગ્રીકો-રોમન 87 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો. સેમિફાઇનલમાં જાપાનના તાઈઝો યોશિદા સામે 11-0થી હાર્યા બાદ તેણે બ્રોન્ઝ મેડલ બાઉટમાં ફિલિપાઈન્સના કૈલમ રોબર્ટ્સને 9-0થી હરાવ્યો. હાંગઝોઉ બાદ આ સુનીલનો સતત બીજો એશિયન ગેમ્સ બ્રોન્ઝ છે. તે એશિયન ગેમ્સમાં ગ્રીકો-રોમન કુસ્તીમાં બે મેડલ જીતનારા પ્રથમ ભારતીય બન્યો. સ્ક્વોશમાં બંને ટીમે મેડલ પાકા કર્યા ભારતીય મહિલા સ્ક્વોશ ટીમે સિંગાપોરને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું અને મેડલ પાક્કો કર્યો. તન્વી ખન્નાએ વાઈ લિન ઓ યોંગને 3-1થી અને અનાહત સિંહે વાઈ યાન ઓ યોંગને 3-0થી હરાવી. મેન્સ ટીમે કુવૈતને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. વીર ચોતરાણીએ બાદેર અલમોગરેબીને 3-1થી અને અભય સિંહે અંમાર અલ-તમિમીને 3-0થી હરાવ્યો. હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો સામનો મલેશિયા સામે થશે. ટેનિસ: સુમિત ક્વાર્ટરફાઇનલમાં સુમિત નાગલે મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં ઉઝબેકિસ્તાનના સર્ગેઈ ફોમિનને 6-3, 6-2થી હરાવીને ક્વાર્ટરફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે તેનો મુકાબલો ચીનના વૂ યિબિંગ સામે થશે. જોકે મેન્સ ડબલ્સમાં યુકી ભાંબરી અને દક્ષિણેશ્વર સુરેશની જોડી ક્વાર્ટરફાઇનલમાં ચાઇનીઝ તાઇપેની હો ચેનઝુઈ-હ્સૂ યુ-હ્સિઓઉની જોડી સામે 6-7 (5-7), 3-6થી હારી ગઈ. સમાચારના અપડેટ્સ વાંચવા માટે LIVE બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડીઝનો ભારત સામે સૌથી મોટો વન-ડે સ્કોર:43 ઓવરમાં 5 વિકેટ પાડી શકી ટીમ ઈન્ડિયા; ત્રણ બેટર્સે સદી ફટકારી
    Next Article
    બ્લૂ ડ્રમવાળી મુસ્કાન અને પ્રેમી હત્યાના દોષી:પતિના મૃતદેહના ટુકડા સિમેન્ટ નાખીને છુપાવ્યા હતા, 15 દિવસ બાદ સજાની જાહેરાત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment