Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10મો ‘જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ 2026’ સંપન્ન:અમદાવાદમાં દેશભરની અસાધારણ પ્રતિભાઓનું ભવ્ય સન્માન, દિવ્યાંગ મહિલાઓનો ફેશન શો અને નાની પિયાનિસ્ટ બેનઝીરનું પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર

    1 week ago

    ભારતના પ્રતિભાશાળી વિશ્વ રેકોર્ડ ધારકો અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે આયોજિત પ્રતિષ્ઠિત ‘10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ (GIAA 2026)’ અમદાવાદ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો છે. જિનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સમારોહમાં દેશભરમાંથી આવેલી અનોખી પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ સમારોહમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી પસંદ કરાયેલા ટોપ 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો તેમજ અસાધારણ ક્ષમતા ધરાવતા બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રતિભાઓને મળી રહ્યું છે પ્લેટફોર્મ: પાવન સોલંકી આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જિનિયસ ફાઉન્ડેશનના ફાઉન્ડર પાવન સોલંકીએ જણાવ્યું હતું કે, “જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડનો મુખ્ય હેતુ દેશના છુપા હીરાઓ, વિશ્વ રેકોર્ડ ધારકો અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર લોકોને એક મંચ પૂરું પાડીને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવાનો છે. છેલ્લા દસ વર્ષની આ સફરમાં અમે હજારો પ્રતિભાઓને પ્રોત્સાહિત કરી છે, જેનાથી સમાજમાં ઉત્કૃષ્ટતા અને કંઈક નવું કરવાની ભાવના મજબૂત થઈ છે.” આયોજકોના જણાવ્યા અનુસાર, છેલ્લા 9 વર્ષમાં 500થી વધુ ભારતીય વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ અને વિશિષ્ટ નાગરિકો આ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા આયોજનો યુવા પેઢીને નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરણા આપે છે. કાર્યક્રમમાં અમદાવાદના કલેકટર અમિત દોશી, IAS અધિકારી આલોક પાંડે, મહામંડલેશ્વર રામબાપુ, જાણીતા અભિનેતા મયુર વાકાણી, ડૉ. રણજીતસિંહ જોજા હાજર રહ્યા હતા અને તમામ મહાનુભાવોના હસ્તે વિજેતાઓને એવોર્ડ એનાયત કરાયા હતા સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અનોખો ફેશન શો કેતન પટેલની સંસ્થા "તડકો – ધ એસેન્શિયલ" દ્વારા સ્પેશિયલી એબલ્ડ (દિવ્યાંગ) યુવતીઓ અને મહિલાઓ માટે એક અદભુત ફેશન શોનું આયોજન કરાયું હતું. જેમાં 15 દિવ્યાંગ મહિલાઓએ અદભુત આત્મવિશ્વાસ સાથે રેમ્પ વૉક કરીને ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમનો સંદેશ આપ્યો હતો. બેનઝીરનું પિયાનો પરફોર્મન્સ ભારતની સૌથી નાની પિયાનિસ્ટ બેનઝીર દ્વારા રજૂ કરાયેલા શાનદાર પિયાનો પરફોર્મન્સે હોલમાં ઉપસ્થિત સૌ કોઈને ઝૂમવા મજબૂર કર્યા હતા. તેની અસાધારણ સંગીત પ્રતિભા કાર્યક્રમની સૌથી યાદગાર ક્ષણોમાંની એક બની રહી હતી. પરિશ્રમ, સામાજિક સમરસતા અને દેશની વિશિષ્ટ પ્રતિભાઓના ઉત્સવ સમાન આ જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ આગામી પેઢી માટે ગૌરવ અને પ્રેરણાનો સ્રોત બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટનારી મહેસાણાની ત્રિપુટી ઝડપાઈ:LCBએ CCTV અને નેત્રમની મદદથી ભેદ ઉકેલ્યો, ₹1.82 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    આજે GPSCની સંયુક્ત સામાન્ય અભ્યાસ પરીક્ષા યોજાઈ:પંચમહાલ જિલ્લામાં 1659 ઉમેદવાર માટે 4 મુખ્ય પરીક્ષા કેન્દ્ર અને 7 પેટા કેન્દ્ર ખાતે સુવ્યવસ્થિત આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment