Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટનારી મહેસાણાની ત્રિપુટી ઝડપાઈ:LCBએ CCTV અને નેત્રમની મદદથી ભેદ ઉકેલ્યો, ₹1.82 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 week ago

    ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2 જૂનના રોજ આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવીને ₹1.10 લાખની લૂંટને અંજામ આપનારી મહેસાણાની ત્રિપુટીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં દબોચી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટની રોકડ રકમ, બાઇક અને મોબાઇલ સહિત કુલ ₹1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. રૂપાલથી રાંધેજા ફાટક વચ્ચે બાઇક કોર્ડન કરીને લૂંટારુઓ પકડાયા કલોલના ગોલથરા ગામના વતની અને એરટેલ રિચાર્જનું કલેક્શન કરતા પોપટજી કાળાજી ઠાકોર ગત તા. 2 જૂનના રોજ કલેક્શનના પૈસા ભરીને કુડાસણ સ્થિત આર.કે. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે ₹2 લાખનું આંગડિયું કર્યા બાદ બાકીના ₹1.10 લાખ રોકડા લઈને બાઇક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાવોલ-કોલવડા રોડ પર પાછળથી આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની બાઇકને આંતરી, ઝપાઝપી કરી ₹1.10 લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ આ કેસની ગંભીરતા જોઈને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમને ખાસ સૂચના આપી હતી. જેના પગલે LCB ની ટીમે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તથા 'નેત્રમ પ્રોજેક્ટ' ની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રૂપાલથી રાંધેજા ફાટક તરફ આવતા શંકાસ્પદ સ્પ્લેન્ડર બાઇકને કોર્ડન કરી ત્રણેય લૂંટારુઓને દબોચી લીધા હતા. વિજાપુરના ટીંટોદણ ગામના વતની નીકળ્યા આરોપીઓ મુખ્ય આરોપી અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે આરોપીઓ પાસે રહેલી સ્કૂલ બેગમાંથી લૂંટની પૂરેપૂરી ₹1.10 લાખની રોકડ રકમ મળી આવી હતી. કડક પૂછપરછ દરમિયાન ત્રણેયે કબૂલાત કરી હતી કે તેઓ કુડાસણ ખાતેથી જ આંગડિયા પેઢીના કર્મચારીનો પીછો કરી રહ્યા હતા અને મોકો મળતા જ લૂંટ ચલાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી તરૂણસિંહ બારડ અગાઉ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલમાં પોલીસે તમામની ધરપકડ કરી ઓળખપરેડ સહિતની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બાબા બાગેશ્વરમાં ઈશ્વરીય શક્તિ, AI દુઃખ દૂર ન કરી શકે:રાજકોટના આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું - ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રધ્ધા નથી ફેલાવતા, લોકોના દુઃખ દર્દ સમજી દૂર કરે છે
    Next Article
    10મો ‘જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ 2026’ સંપન્ન:અમદાવાદમાં દેશભરની અસાધારણ પ્રતિભાઓનું ભવ્ય સન્માન, દિવ્યાંગ મહિલાઓનો ફેશન શો અને નાની પિયાનિસ્ટ બેનઝીરનું પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment