Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે GPSCની સંયુક્ત સામાન્ય અભ્યાસ પરીક્ષા યોજાઈ:પંચમહાલ જિલ્લામાં 1659 ઉમેદવાર માટે 4 મુખ્ય પરીક્ષા કેન્દ્ર અને 7 પેટા કેન્દ્ર ખાતે સુવ્યવસ્થિત આયોજન કરાયું

    1 सप्ताह पहले

    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે સંયુક્ત સામાન્ય અભ્યાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં આ પરીક્ષા માટે 1659 ઉમેદવારોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોગ દ્વારા વિવિધ ભરતી જાહેરાતો અંતર્ગત કુલ ચાર અલગ-અલગ જાહેરાતોની સંયુક્ત પરીક્ષા લેવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં 1659 ઉમેદવારો માટે 4 મુખ્ય પરીક્ષા કેન્દ્રો અને તેના 7 પેટા કેન્દ્રો ખાતે સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો આસપાસ સુચારુ વાહન વ્યવહાર માટે જરૂરી ટ્રાફિક નિયમન પણ અમલમાં મુકાયું હતું. પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગે તમામ જરૂરી તૈયારીઓ કરી હતી. પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જણાવાયું હતું કે GPSCની આ મહત્વપૂર્ણ પરીક્ષા સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    10મો ‘જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ 2026’ સંપન્ન:અમદાવાદમાં દેશભરની અસાધારણ પ્રતિભાઓનું ભવ્ય સન્માન, દિવ્યાંગ મહિલાઓનો ફેશન શો અને નાની પિયાનિસ્ટ બેનઝીરનું પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    2 DRS Blunders In 2 Overs: Afghanistan Refuse To Learn From KL Rahul Mistake

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment