Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સુપર સ્વચ્છ લીગ'માં સુરત દેશમાં બીજા ક્રમે:સુરતની સ્વચ્છતાનો 10 વર્ષનો ગ્રાફ, 2018-19માં 14મા ક્રમથી ટોપ-2 સુધીની છલાંગ; ગત વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું હતું

    8 hours ago

    સુરતે રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતામાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. 11 નવેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા 'સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26' એવોર્ડ સમારોહમાં 'સ્વચ્છતા લીગ' કેટેગરીમાં સુરત શહેરને સમગ્ર દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 2024-25માં સુરત પ્રથમ ક્રમે રહ્યું હતું, જેની સરખામણીએ આ વર્ષે એક ક્રમ નીચે રહીને બીજું સ્થાન હાંસલ કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો અને વીજળી મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મેયર માયાબેન ડી. માવાણી, મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ અને આરોગ્ય સમિતિના ચેરમેન અશોકભાઈ ધનેશભાઈ રાંદેરીયાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. 14મા ક્રમથી લઈને સતત ટોપ-2 સુધીની છલાંગ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા જાન્યુઆરી 2016માં શરૂ કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતનો દાયકાનો ગ્રાફ ઉતાર-ચઢાવ બાદ શિખર પર રહ્યો છે. 2016માં 6ઠ્ઠા અને 2017માં 4થા ક્રમે રહ્યા બાદ 2018 અને 2019માં સુરત 14મા ક્રમે સરક્યું હતું. જોકે, ત્યારબાદ નક્કર કામગીરીના જોરે 2020, 2021 અને 2022માં સતત બીજો ક્રમ મેળવી જોરદાર વાપસી કરી હતી. વર્ષ 2023-24માં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુરતને 12,500માંથી 12,151 ગુણ (97.2%) સાથે ઈન્દોર સાથે સંયુક્ત રીતે 'સુપર સ્વચ્છ લીગ સિટી' તરીકે પ્રથમ સ્થાન, '7-સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી' અને 'વોટર પ્લસ સિટી'નું બહુમાન મળ્યું હતું. આમ, છેલ્લા 7 વર્ષથી સુરત સતત દેશના ટોચના 2 શહેરોમાં સામેલ રહ્યું છે. 25 લાખ મે.ટન લેગસી વેસ્ટનું બાયોમાઇનિંગ અને રોયલ્ટી સુરત મહાનગરપાલિકાની આ સફળતા પાછળ અત્યાધુનિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ માળખું જવાબદાર છે. શહેરમાં 773 ડોર-ટુ-ડોર વાહનો અને 360 ઈ-વાહનો મારફત સૂકા, ભીના, ઘરેલું જોખમી અને સ્પેશિયલ કેર કચરાનું અલગ એકત્રીકરણ કરી તેનું સ્મેક સેન્ટર (SMAC)થી લાઈવ મોનિટરિંગ કરાય છે. ખજોદ ખાતે અંદાજે 25 લાખ મે.ટન લેગસી વેસ્ટનું બાયોમાઇનિંગ પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત ખજોદમાં 2500 ટીપીડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, બમરોલીમાં 100 ટીપીડી Bio-CBG પ્લાન્ટ, 200 મે.ટન પ્લાસ્ટિક વેસ્ટ, 300 મે.ટન CD વેસ્ટ રિસાયક્લિંગ, 01 મે.ટન ઈ-વેસ્ટ (ઉન) અને 06 મે.ટન બાયો-મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. ખાસ વાત એ છે કે, 08 મટીરિયલ રિકવરી ફેસિલિટી (MRF)માંથી અલગ કરાતા સૂકા કચરા પર પ્રતિ મે.ટન રૂ. 450 (પ્લાસ્ટિક) અને રૂ. 350 (નોન-પ્લાસ્ટિક) રોયલ્ટીની આવક પણ પાલિકાને થાય છે. આગામી સમયમાં પ્લાઝ્મા તથા 'વેસ્ટ ટુ એનર્જી' ટેકનોલોજીનું આયોજન શહેરની સફાઈ વ્યવસ્થા માટે 37 મિકેનિકલ સ્વીપર મશીન દ્વારા નાઈટ સ્ક્રેપિંગ, 75 સ્માર્ટ અંડરગ્રાઉન્ડ વેસ્ટ બિન અને જાહેર માર્ગો પર 2298 ટ્વીન ડસ્ટબિન મુકાયા છે. ભારત સરકારના 3R કોન્સેપ્ટને વિસ્તારીને સુરતમાં કુલ 31 '5R સેન્ટર' (રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ, રીપેર, રીફ્યુઝ) શરૂ કરાયા છે. જનજાગૃતિ માટે ફૂડ એટીએમ, બર્તન બેંક, 5000 બોટલમાંથી 'પ્લાસ્ટિક મોન્સ્ટર' અને ભંગારમાંથી 30 શિલ્પો બનાવાયા છે. આગામી વર્ષોમાં 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026'ના અમલીકરણ સાથે પરંપરાગત પ્રોસેસિંગ ઉપરાંત વેસ્ટ ટુ સ્ટીમ, વેસ્ટ ટુ એનર્જી અને પ્લાઝ્મા ટેકનોલોજી અપનાવવાનું આયોજન છે. તંત્રએ આ સિદ્ધિ સુરતવાસીઓ અને સફાઈ કર્મચારીઓની નિષ્ઠાને સમર્પિત કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતને પહેલીવાર યુથ ઓલિમ્પિકમાં બોક્સિંગનો ગોલ્ડ મળ્યો:અંબેકર મીતેઈએ 50 કિલોગ્રામ કેટેગરીમાં મેડલ જીત્યો, ફાઇનલમાં આયરિશ ખેલાડીને હરાવ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં મિયાણાવાડમાં જાહેરમાં હથિયારોથી ઝઘડતા પાંચ ઝડપાયા:વાયરલ વીડિયો બાદ પોલીસની ગણતરીના કલાકોમાં કાર્યવાહી; બે આરોપીઓના ઘરના વીજ કનેક્શન કપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment