Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મિયાણાવાડમાં જાહેરમાં હથિયારોથી ઝઘડતા પાંચ ઝડપાયા:વાયરલ વીડિયો બાદ પોલીસની ગણતરીના કલાકોમાં કાર્યવાહી; બે આરોપીઓના ઘરના વીજ કનેક્શન કપાયા

    7 hours ago

    સુરેન્દ્રનગરના મિયાણાવાડ વિસ્તારમાં 10 નવેમ્બર 2026ના રોજ જાહેરમાં હથિયારો સાથે ઝઘડો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરીને પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે. ઝઘડામાં ફરશી અને તલવાર જેવા હથિયારોનો ઉપયોગ થયો હતો. પોલીસે ગુનો નોંધીને એક આરોપીના ઘરેથી ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા પાંચેય આરોપીઓ મિયાણાવાડ વિસ્તારના રહેવાસી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં ઈમરાનભાઈ મોવર, રફીકભાઈ મોવર, મુસ્તુફા ઉર્ફે રાજા માણેક, હશન ઉર્ફે આશીષ માણેક અને અલ્તાફભાઈ મોવરનો સમાવેશ થાય છે. આ તમામ પાંચેય આરોપીઓ સુરેન્દ્રનગરના મિયાણાવાડ વિસ્તારના રહેવાસી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને મદદનીશ પોલીસ અધિક્ષક વેદીકા બિહાનીની સૂચના બાદ પોલીસ ઈન્સ્પેક્ટર આર.એમ. સંગાડાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં બે આરોપીઓના વીજ કનેક્શન કપાયા પોલીસ ટીમ દ્વારા પકડાયેલા આરોપીઓના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આરોપી મુસ્તુફા ઉર્ફે રાજા માણેક અને રફીકભાઈ મોવરના ઘરે વીજ કનેક્શનમાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું હતું. જેથી જી.ઈ.બી.ની વીજ ટીમે સ્થળ પર પહોંચીને બંને ઘરના વીજ કનેક્શન કાપી નાખ્યા હતા અને દંડનીય કાર્યવાહી પણ કરી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ જોડાઈ આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.એમ. સંગાડા, એએસઆઈ સાગરભાઈ, હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ અને કમલેશભાઈ જોડાયા હતા. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ કુલદીપભાઈ, ફુલદીપસિંહ, દશમનભાઈ, શક્તિસિંહ અને શૈલેષકુમાર પણ ટીમમાં સામેલ રહીને આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    'સુપર સ્વચ્છ લીગ'માં સુરત દેશમાં બીજા ક્રમે:સુરતની સ્વચ્છતાનો 10 વર્ષનો ગ્રાફ, 2018-19માં 14મા ક્રમથી ટોપ-2 સુધીની છલાંગ; ગત વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું હતું
    Next Article
    Ranbir Kapoor की Ramayana पर भड़के Mahabharat के कृष्ण Nitish Bhardwaj |Sai Pallavi |Yash |Bollywood

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment