Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર-જગાણા વચ્ચેનો પુલ 10 દિવસ બંધ રહેશે:દૈનિક 2000 વાહનોને રૂટ બદલવો પડશે

    3 days ago

    પાલનપુર-જગાણા રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજનાં એક્સપાન્શન જોઈન્ટના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ માર્ગ પર 10 દિવસ માટે તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી 28 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી વાહનવ્યવહાર બંધ રહેતાં અંબાજી, ડીસા, ધાનેરા અને થરાદ તરફ અવરજવર કરતા દૈનિક 2000 વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. પાલનપુરના કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા પાલનપુર-જગાણા રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજની તપાસ કરવામાં આવી હતી. જેમાં પુલનો એક્સપાન્શન જોઈન્ટ ખરાબ થઇ ગયો હોવાનું સામે આવ્યું હતુ. આથી જોઇન્ટનું સમારકામ કરવાની દરખાસ્ત કરી હતી. જે મંજૂર થતાં બનાસકાંઠાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રેલવે ઓવરબ્રિજ પર રિપેરિંગની કામગીરી દરમિયાન વાહનવ્યવહાર ચાલુ રાખવાથી ટ્રાફિકજામ થવાની શક્યતા હોવાથી 28 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી વાહનોની અવર- જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેનાથી દૈનિક 2000થી વધુ વાહનચાલકોને રૂટ બદલવો પડશે. તેમને અગવડ ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન અને જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વાહનો માટેના વૈકલ્પિક માર્ગ‎
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ન્યૂ જંકશન પાસે રેલવે અંડર બ્રિજ બનાવવા ઉગ્ર રજૂઆત:મહાનગરપાલિકાએ રાજકોટ રેલવે ડિવિઝનને દરખાસ્ત મોકલી
    Next Article
    ઓવરલોડ રેતીના ડમ્પરોથી ડાયવર્ઝન જર્જરિત થતાં વાહનચાલકો પરેશાન:બુકોલી પાસે કેનાલના ડાયવર્ઝન પર ગડર લગાવી ભારે વાહનોની અવરજવર બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment